મોરવા હડફ તાલૂકાના પથણપુર ગામે વગર પરવાનગીએ યોજાયેલા લગ્નપ્રસંગમા પોલીસનો સપાટો…

મોરવા(હ) ,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

મોરવા હડફ તાલૂકાના પથણપુર ગામે લગ્નપ્રસંગમા જાહેરનામાના ભંગ બદલ પોલીસે ઘરમાલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી છે,વધુમા ઘરમાલિકે લગ્ન માટેની પરવાનગી પણ લીધી ન હતી.

પંચમહાલ જીલ્લામા ચાલી રહેલા કોરોના મહામારીને કારણે હાલમાં જાહેરનામૂ બહાર પાડવામા આવ્યુ છે.જેમા લગ્નપ્રસંગોમા નિયત સંખ્યામા લોકોને રાખીને મંજુરી આપવામા આવી છે. મોરવા હડફ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન પથનપૂર ગામે નાયક ફળીયામા લગ્નપ્રસંગ હોઇ લગ્ન પ્રસંગમા મોટી સંખ્યામાં લોકો હાજર રહેલા હતા. ઘરમાલિક અભેસિંહ દાનાભાઇ નાયકને પુછપરછ કરતા તેમને પોતાની દીકરીનો લગ્નપ્રસંગ હતો.પોલીસે જરૂરી પરવાનો માંગતા તેની મંજુરી પણ લીધી ન હતી.આથી પોલીસે વધુૃ લોકો એકત્ર કરવા બદલ ઘરમાલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here