કાલોલ પોલીસ દ્વારા ખેતરના પાકને લઈને ખેડૂતને ગેરકાયદેસર ઇલેક્ટ્રિક કરંટ ન આપવા બદલ જાહેર અપીલ કરાઈ

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ પોલીસ દ્વારા જાહેર જનતા જોગ સુચના જારી કરી અપીલ કરવામાં આવે છે કે પથકમાં કેટલાક ગામોમાં ગ્રામજનો દ્વારા ખેતર માં ભુંડ જંગલી જાનવરોથી થતા નુકશાન અટકાવવા માટે પોતાના ખેતરની ફરતે કાંટાળી વાડ કરી અને થાંભલા ઉપર થી ગેરકાયદેસર રીતે વિજ જોડાણ કરી વીજ ચોરી કરી ને કરંટ આપવામાં આવે છે જેથી ખેતરની વાડ ને અડકવાથી પ્રાણીઓની સાથે સાથે મનુષ્યો ના પણ મુત્યુ થતું હોય છે. આવા બનાવો ભૂતકાળમાં ઘણા બનવા પામેલ છે. જેના કારણે નિર્દોષ લોકોએ ના જીવ ગુમાવેલ છે. જાહેર જનતા ને નમ્ર વિનંતી છે કે પોતાના ખેતરમાં પાકના રક્ષણ માટે આવા કોઈ ઉપાય કરવા નહીં.આવુ ગુનાહિત કૃત્ય ગણાશે.અને ભારતીય દંડ સહિતા ઈપીકો કલમ ૩૦૪ મુજબ ગુનાહિત મનુષ્ય વધનો બિન જામીન લાયક જનમટીપ ની સજાનો ગુનો દાખલ થઇ શકે છે. તેથી. ખેડૂત દ્વારા ખેતરોમાં કરંટ ન રાખવા બદલ. કાલોલ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here