મોરવા (રેણા) ગામે પાનમ કેનાલના પાંખીયા નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

શહેરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ, ઇમરાન પઠાણ :-

પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને બાતમી મળેલ હતી કે ખરોલી ગામના બારીઆ ફળીયામાં રહેતો મનોજભાઇ મંગળભાઇ બારીઆ નાનો તેની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ.17.CB.6506 ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈ મોરવા રેણા ચોકડી થઇને ઉજડા તરફ જનાર છે જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ તથા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસોને બાતમી આધારે વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરેલ જેથી સર્વેલન્સ ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના ક્વાટરીચા નંગ-૨૪૦ કિં.રૂ.૨૮,૮૦૦/- તથા મોટર સાયકલ કિં.રૂ.૨૦,૦૦૦/- કુલ મળી કિં.રૂ.૪૮,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડયો હતો તથા મનોજભાઈ મંગળભાઈ બારીઆ રહે.ખરોલી બારીઆ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here