મોરબી, આરીફ દીવાન :-
મોરબી માળીયા નેશનલ હાઈવે પર આવેલ ટીમડી પાટીયા નજીક મશહૂર ઓલીયા હજરત જાહેર પીર વલી અલ્લાહ નો ઉર્સ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ ઉજવવામાં આવ્યો હતો મુસ્લિમ ચાંદ 16 રજબ અને અંગ્રેજી તારીખ 8 2 2023 ના રોજ બુધવારે સવારે 10 વાગ્યે સંદલ શરીફ ત્યારબાદ આમ નિયાઝ શરીફ નો કાર્યક્રમ જાહેર પીર ના ચાહકો શ્રદ્ધાળુઓ દ્વારા આસ્થાભેર ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું જેમાં દરગાહ શરીફ ના ખાદીમ ઈરફાનભાઇ પલેજા અને રાજકોટથી આવેલા ચાહકો મુરીદ મોટી સંખ્યામાં હિંદુ મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે ક્રાંતિનગર વિસ્તારના સર્વે હિન્દુ મુસ્લિમ ઉર્સ કમિટી દ્વારા સારી એવી મહેનત ઉઠાવવામાં આવી હતી જે કાર્યક્રમ તસવીરમાં દ્રશ્યમાન થાય છે