મોડાસા નગરના પાંચ વર્ષના મોહંમદહૂર ઉંમરે પવિત્ર રમજાન માસનો રોજો પૂર્ણ કરી અલ્લાહની બંદગી સહિત ધૈર્યનું ઉદારહણ પૂરું પાડ્યું…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

સમસ્ત વિશ્વ સહિત ભારત દેશમાં પણ પવિત્ર રમઝાન માસમા ખાસ કરીને નાના ભૂલકાઓ રોજા રાખી ખુદાની બંદગી કરી પોતાના પરિવાર તેમજ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે દુઆઓ કરતા નજરે પડી રહ્યા છે. જે અનુરૂપ મોડાસા નગરના કસ્બા વિસ્તારમાં રહેતા શેખ જાહેદ હુસેનના પુત્ર મોહમ્મદહુર ઉંમરએ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી સહિત ધૈર્ય (સબર)નો ઉદાહરણ પુરૂ પાડ્યું હતું..

મુસ્લિમ સંપ્રદાયના ચાલી રહેલા અતિ પવિત્ર રમજાન માસનો મધ્યકાળ ચાલી રહ્યો છે, અને રમજાન માસ જેમ જેમ આગળ વધી રહ્યો છે એમ મુસ્લિમ બિરાદરો પોતાના રબને રાજી કરવા ઈબાદતમાં તલ્લીન થઈ મસ્જિદોમાં ભારે ભીડ સ્વરૂપે જોવા મળી રહ્યા છે. મુસ્લિમ સંપ્રદાયના મહત્વનો કહી શકાય તેમજ ધૈર્ય, સખાવત અને કસોટીના ત્રિવેણી સંગમ સમો પવિત્ર રમઝાન માસ કાળઝાળ ગરમીમાં પસાર થઈ રહ્યો છે તેમછતાં રમઝાન માસ દરમિયાન નાના ભૂલકાઓ પણ રોજા રાખી રબને રાજી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હાલ મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ માર્ચ મહિનાના ધોમધખતા તાપમાં પ્રારંભાયેલો હોઇ રોઝદારો માટે એક આકરી અગ્નિપરીક્ષા સમાન સાબિત થઇ રહ્યો છે. ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝદારો પોતાના રબને રાજી રાખવા માટે અને પોતાના પર ફર્જ થયેલા રોઝા રાખી પોતાના રબની ખુશનુદી પ્રાપ્ત કરી રહ્યા છે.

રમઝાન માસને ધૈર્યનો માસ એટલા માટે કહેવાયો છે કે આ પવિત્ર માસમાં રોઝદાર જ્યારે આખો દિ ભૂખ્યા તરસ્યા રહે છે. ત્યારે રોઝદારના હૈયામાં ગરીબ વર્ગના આખું વર્ષ પર્યાપ્ત કમાણીના અભાવે ભૂખ તરસની અત્યંત વિકટ યાતનાઓમાંથી પસાર થતા હોય છે. તેઓની અનુભૂતિ રોઝદારને થાય છે. ત્યારે રોઝદારના હૈયામાં ગરીબ લોકો પ્રતિ ધીરજ આકાર પામે છે તેમજ રોઝદારની ખરા અર્થમાં કસોટી થતી હોય છે. સૂર્યોદયથી સુર્યાસ્ત સુધી રોઝદારો પોતે અન્નજળનો સંપૂર્ણ ત્યાગ કરી પોતાના રબને રાજી કરી ધૈર્યની આકરી કસોટીમાંથી પસાર થતા હોય છે.

તેમજ પવિત્ર રમઝાન માસને કસોટીનો માસ એટલા માટે પણ કહેવાય છે કે ઉનાળાની આકરી ગરમી તેમજ ધોમધખતા તાપમાં પણ ચૌદ કલાકના પુરા માસના રોઝા રોઝદારો હિંમતપૂર્વક તેમજ કસોટી સાથે રાખી પોતાના રબને રાજી રાખી આખેરાત (પરલોકનું) ભાથુ બાંધે છે. ત્યારે રોઝદારનું હૈયું પુલકિત થઇ ઉઠે છે. અને રોઝદારો રબ તરફથી ફરજ થયેલી રોઝારૂપી કસોટીમાંથી સુખરૂપ પસાર થઇ પોતાની જાતને ધન્યતા અનુભવે છે અને દિર્ઘ કસોટીમાંથી સફળ થયાની એક અદભૂત અનુભૂતિ પ્રાપ્ત કરે છે.

જેને અનુરૂપ મોડાસા નગરના પાંચ વર્ષના મોહંમદહૂર ઉંમરએ પણ રમજાન માસના પ્રારંભનો પ્રથમ રોજો રાખી આખો દિવસ ભુખ અને તરસનો સામનો કરી પોતાના ધૈર્ય અને સબરની સાબિતી આપી હતી, તેમજ આખો દિવસ ભુખ અને તરસ સાથે અલ્લાહની ઈબાદત કરી પોતાના ઘર પરિવર સહિત સમસ્ત વિશ્વ માટે અમન અને શાંતિ ની દુઆઓ કરી હતી તે બદલ કલમ કી સરકર ન્યૂઝ પરિવાર તેઓને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે સફળ અને સરળ જીવનની શુભકામનાઓ આપી રહ્યું છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here