કાળ ઝાળ ગરમીમાં પણ જિંદગીનો પ્રથમ રોજો રાખતી 7 વર્ષની મન્સૂરી રેહનુમાં,5 વર્ષની નાજ પરવીન અને 4 વર્ષનો મહંમદ રજા…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

હાલ મુસ્લિમ સમુદાય માં રમજાન માસ ચાલી રહ્યો છે.અને મુસ્લિમ ધર્મમાં દરેક પુખ્ત વયના પુરુષ અને સ્ત્રીઓ માટે રોજા ફરજ કરવામાં આવ્યા છે. જ્યારે આવી કાળજાળ ગરમીમાં ઉંમરલાયક લોકો રોજો રાખવા માટે પાછી પાણી કરતા હોય છે તેવામાં ડભોઈ નગર સહિત સમગ્ર દુનિયામાં પાંચ છ વર્ષના નાના નાના ભૂલકાઓ જીવનનો પ્રથમ રોજો રાખી ભૂખ્યા તરસ્યા રહી સબ્ર અને શુકરનો દાખલો દેખાડતા જોવા મળ્યા હતા.
ડભોઈ નગરના માસૂમ રોજદરોએ જિંદગીનો પ્રથમ રોજો રાખી 14 કલાક ભૂખ્યા તરસ્યા રહી અલ્લાહ ની ઇબાદત ગુજારી ભારત દેશમાં લોકો હળી મળીને ભાઈચારા સાથે રહે એના માટે અલ્લાહ ના દરબાર માં ખાસ દુવા કરવામાં આવી હતી.જેમાં ડભોઈ તલવપુરા વિસ્તાર ની મન્સૂરી રેહનુમાં અબ્દુલ કરીમ ઉ. વર્ષ -7 અને મહુડી ભાગોળ વિસ્તાર ના મહંમદ રઝા હસન ખત્રી ઉ.વર્ષ -4,નાજ પરવીન ફજલ ખત્રી ઉ વર્ષ -4 તેમજ અન્ય ભૂલકાઓ એ ઉનાળા ગરમીની ઋતુ હોવા છતાં શ્રદ્ધાભેર જીવનનો પ્રથમ રોજો રાખી ખુદા ને રાજી કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here