મોડાસાના રસુલપુર પાસે બે વાહનોમાં જોરદાર ટક્કર… અકસ્માતના કલાકો પછી પોલીસને જાણ નથી કરાઈ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસાના રસુલપુર પાસે બે પિક અપ વાહનોમાં જોરદાર ટક્કર થઈ હતી.અકસ્માત પછી બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા છે પણ અકસ્માતના કલાકો પછી પોલીસને કોઈ જાણકારી આપવામાં આવી નથી.
મોડાસા – હિંમતનગર હાઇવે પર ગુરૂવારે રસુલપુર ગામના પાટિયા પાસે બે વાહનો અકસ્માતગ્રસ્ત જોવા મળ્યા જેમાં અંદર બેઠેલા લોકોને ગંભીર ઈજાની આશંકા છે પણ પોલીસ દફતરે અકસ્માતની કોઈ નોંધ બપોર સુધી થઈ નથી.બંને વાહનોમાં જોરદાર ટક્કરના કારણે વાહનોનો કડૂસલો વળી ગયો છે.ચોમાસાના આરંભ સાથે હાઇવે માર્ગ ઉબડખાબડ બની ગયો છે જેના કારણે બેફામ દોડતાં વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here