ગોધરા શહેરમાં ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ગણેશ વિસર્જનને અનુસંધાને ટ્રાફિક સમસ્યા નિવારવા હેતુ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

૨૪ સપ્ટેમ્બરના રોજ સવારના ૮ કલાકથી સાંજના ૫ કલાક સુધી ”ગોધરા શહેર લાલબાગ ખાતેના એસ.ટી.સ્ટેન્ડ”ને ગોધરા ડેપો વર્કશોપ,અમદાવાદ રોડ,ગોધરા’ખાતે ખસેડાશે

ગોધરા શહેરમાં તા.૨૪/૦૯/૨૦૨૩ના રોજ ગણપતિ વિસર્જન શોભાયાત્રા થનાર છે. વિસર્જનના દિવસે ગોધરા શહેરના તમામ વિસ્તારમાંથી ગણેશ મંડળો તરફથી ગણેશજીની મૂર્તિ સાથે વહેલી સવારથી વિશ્વકર્મા ચોક ખાતે વિસર્જનની શોભાયાત્રામાં ભાગ લઈ વિસર્જન માટે રવાના થશે. આ વિસર્જન શોભાયાત્રા ગોધરા ભુરાવાવ વિસ્તાર, બામરોલી રોડ, સાંપા રોડ તથા આઈ.ટી.આઈ. બાજુની તમામ સોસાયટીઓમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રીજીની સવારીઓ નિકળવાની હોય ગોધરા શહેરના તમામ રોડ ઉપર ટ્રાફીક જામની પરિસ્થિતિને સરળ બનાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ગોધરા એસ.ટી. ડેપો શહેરની મધ્યમાં આવેલ છે. જયાં રોજની બસો આવતી જતી હોય છે. ગોધરા શહેરમાં તા.૨૪/૦૯ ૨૦૨૩ના રોજ ગણપતી વિસર્જનના દિવસે શહેરમાં ટ્રાફીક જામ ન થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે લાલબાગ એસ.ટી. સ્ટેન્ડને દિન ૦૧(એક) માટે હંગામી ધોરણે ભુરાવાવ એસ.ટી.વર્કશોપ ખાતે ખસેડવા માટે જાહેરનામુ બહાર પડાયું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ ગોધરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે કે તા.૨૪/૦૯/૨૦૨૩ના રોજ સવારના ૦૮–૦૦ કલાકથી સાંજના ૧૭-૦૦ કલાક સુધીના સમયગાળા માટે ”ગોધરા શહેર લાલબાગ ખાતેના એસ.ટી.સ્ટેન્ડ”ને ગણેશ વિસર્જન શોભાયાત્રાથી ઉદ્દભવનાર
ટ્રાફીક સમસ્યાને નિવારવા જાહેર હિતમાં હંગામી ધોરણે “વિભાગીય યાંત્રાલય સામે આવેલ ગોધરા ડેપો વર્કશોપ, અમદાવાદ રોડ,ગોધરા’ ખાતે ખસેડવાનું નક્કી કરાયું છે. ત્યારપછી ગોધરા લાલબાગ એસ.ટી.સ્ટેન્ડ ખાતેથી એસ.ટી.બસોનું સંચાલન યથાવત્ સ્થિતિમાં ચાલુ રહેશે. પોપટપુરા ઓવરબ્રીજથી ભુરાવાવ ગોધરા તરફના રોડ ઉપર ફકત એસ.ટી બસો આવ-જા કરી શકશે. ખાનગી વાહનો પ્રવેશી શકશે નહી તે મુજબનો સુધારો કરવામાં આવ્યો છે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે તે મુજબ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here