મહારાષ્ટ્ર માથી ગુજરાત મા ઠલવાતો વિદેશી દારૂ નો જથ્થો નર્મદા પોલીસે ઝડપી પાડયો

ડેડીયાપાડા,(નર્મદા),આશિક પઠાણ

ગુજરાતમા દારૂનો જથ્થો ફોર્ડ કારમા લઇને આવતા મહારાષ્ટ્રના ઇસમને દેડિયાપાડા ખાતેથી ઝડપી પાડયો કારનો ચાલક ફરાર

પોલીસે 48000 ના વિદેશી દારૂ સહિત કાર મળી રુપિયા 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય ની બોર્ડર ઉપર આવેલ નર્મદા જીલ્લા માથી વિદેશી દારૂ ની મોટા પ્રમાણ મા હેરાફેરી કરતી બુટલેગર ગેન્ગ સક્રિય હોય ને નર્મદા પોલીસ વડા હિમકરસિહ અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ના માર્ગદર્શન અને સુચના થી પોલીસ અસામાજિક તત્વો ઉપર ચાંપતી નજર રાખી રહી છે, ત્યારે દેડિયાપાડા ના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પી .પી. ચૌધરી માર્ગદર્શન હેઠળ દેડિયાપાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. આર. ડામોર સહિત ના સ્ટાફે દેડિયાપાડા ખાતે થી વિદેશી દારૂ નો જથ્થો ભરેલ એક ફોર્ડ કાર ઝડપી રુપિયા 2.5 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને એક આરોપી ને ઝડપી પાડયો હતો જયારે એક આરોપી ફરાર થયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. આર . ડામોર ને તેઓના બાતમીદારો દ્વારા બાતમી મળેલ હતી કે એક કાળા કલરની ફોર્ડ કાર મા વિદેશી બનાવટ નો દારૂ આવી રહ્યો છે જેથી પોલીસે દેડિયાપાડા ની ધામણખાડી પાસે નાકાબંધી કરી હતી , જે દરમ્યાન બાતમી વાળી ફોર્ડ કાર નંબર GJ 05 JM 0878 આવતા પોલીસે તેને ઉભી રાખી હતી, અને કાર ચાલક વિકી રવિભાઇ સીંધે રહે. ખાપર તા. અકકલકુવા જી. નંદુરબાર મહારાષ્ટ્ર નાઓનો પોલીસ ને ચકમો આપી ફરાર થઈ ગયો હતો , જ્યારે તેની સાથે કાર મા બેસેલા પ્રવિણ દયારામ ભોઇ રહે. ખાપર , જી. નંદુરબાર મહારાષ્ટ્ર નાઓનો પોલીસે નાસવા જતા ઝડપી પાડયો હતો.

દેડિયાપાડા પોલીસે કાર ની તલાસી લેતાં તેમાંથી રોયલ બલયુ મેન્ટ વ્હિસ્કી ની 20 પેટી કવાટરિયા નંગ 960 કિંમત રુપિયા 48000 મોબાઈલ કિંમત રુપિયા 2000 અને ફોર્ડ કાર કિંમત રુપિયા 2 લાખ મળી કુલ રુપિયા 2.5 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ફરાર આરોપી ને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે તેમજ આ વિદેશી દારૂ નો જથ્થો કયાં લઇ જવાતો હતો કોને સપ્લાય થતો હતો એની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here