સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જના નાણાંની ઉચાપતના પ્રસિધ્ધ થયેલ અખબારી અહેવાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહીવટી અધિકારીનો નનૈયો

કેવડિયા કોલોની,(નર્મદા), આશિક પઠાણ

જમા રકમમા ધાલમેલ હોયતો HDFC બેંકને જવાબદાર ઠેરવતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર

વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દરરોજ હજારો પ્રવાસીઓ આવતા હોય ને રોજની લાખ્ખો રૂપિયા ની આવક થઇ રહી છે, જોકે હાલ કોરોના ની મહામારી હોય પ્રવાસીઓ ની સંખ્યા ઓછી હોય આવક મા ધટાડો નોધાયો છે, પરંતુ એક દૈનિક અખબાર મા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની પ્રવેશ ફી અને પાર્કિંગ ની રકમ મા રુપિયા 4 કરોડ ની ઉંચાપત ના સમાચાર પ્રસિધ્ધ થતાં સટેચયુ ઓફ યુનિટી ના સતાધિશો મા હડકંપ મચયુ હતુ , તવરિતજ મુખ્ય વહીવટી અધિકારી એ ખુલાસો કરવાની ફરજ પડી હતી જેમાં કોઈ પણ જાતની નાણાંકીય ગેરરીતિ કે ઉંચાપત ને નકારી હતી અને જો કોઇ પણ નાણાંકીય તફાવત હોય તો હોય તો HDFC બેંક ને જવાબદાર ઠેરવતા સમગ્ર મામલો ઓર પેચીદો બનેલ છે.

તા ૨૮/૧૧/૨૦૨૦નાં રોજ ગુજરાત સમાચાર દૈનિકમાં “સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જનાં ૪ કરોડની ઉચાપત”શિર્ષક હેઠળ જે સમાચાર પ્રસિધ્ધ થયેલ છે તે અંગે ગેરસમજ ન ફેલાય અને પ્રજાને સાચી માહિતી મળી શકે તે માટેની સ્પષ્ટતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટદાર દ્વારા કરવામાં આવી છે. તેઓના જણાવ્યા અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર દ્વારા કોઈ જ અનિયમિતતા કે નાણાકીય ભૂલ થયેલ નથી. વહીવટીતંત્ર દ્વારા તમામ હિસાબો અને રસીદો નિયમ મુજબ જાળવવામાં આવેલ છે અને કોઈ નાણાકીય ઉચાપત કે નાણાકીય નુકશાન થયેલ નથી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની આવકની દૈનિક કલેક્શનની રકમ HDFC બેંક દ્વારા કેવડિયા ખાતેથી લઇને તેમની વડોદરા બ્રાંચમાં જમા કરવામાં આવે છે આ રકમ HDFCબેંકની પોતાની એજન્સી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી સ્વીકારવામાં આવે છે અને તેની રસીદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દૈનિક ધોરણે ઇસ્યુ કરવામાં આવે છે સમયાંતરે સદરહુ નાણાકિય વ્યવહારોનું મેળવણું કરવામાં આવતું હોય છે કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારી અને લોકડાઉનને કારણે હાલમાં જ સદરહુ નાણાકિય હિસાબોનું મેળવણું ચાલુ કરવામાં આવેલ છે.
મુખ્ય વહીવટદારશ્રીની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવા તમામ નાણાકિય વ્યવહારોની રસીદ હોય છે અને તેનું ચાર્ટર્ડ એકાઉટન્ટ દ્વારા ઓડિટ પણ કરવામાં આવે છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની રસીદોને આધારે HDFC ને સુપ્રત થયેલી રકમ તથા HDFC દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેંક ખાતામાં જમા કરાવેલ રકમનું મેળવણું એસમયાંતરે નિયમિત થતી રૂટીન પ્રક્રિયા છે. સદરહુ મેળવણા બાદ, જો કોઇ તફાવત હોય,તો તે HDFC બેંકની જવાબદારી છે અને HDFC બેંક દ્વારા તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવેલ છે.
આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તમામ વ્યવહારોની અસલ રસીદ છે, તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા કોઇ અનિયમિતતા/ભૂલ થયેલ નથી. ઉપરોક્ત સઘળી બાબત ઉપરોક્ત સમાચારોમાં સ્પષ્ટ કરવામાં આવેલ ન હોવાથી જાહેર જનતામાં આ બાબતે કોઈ ગેરસમજ ન ફેલાય તે હેતુથી આજાહેર સ્પષ્ટતા કરવામાં આવે છે.

બાત ઉઠી હૈ તો દુર તલક જાયેગી સટેચયુ ઓફ યુનિટી ના સતાધિશો દ્વારા જે ખુલાસો અપાયો છે તેમા તેઓએ જ બેંક ને આરોપી ના કઠેરા મા મુકી છે , તો આ મામલે હકીકત શું છે ? આ મામલે બેંક મા જમા રકમ અને ઇસ્યુ થતી રસીદો વચ્ચે શુ કોઇ આંકડાકીય તફાવત છે ?
જો તફાવત હોય તો તેને ઉંચાપત જ કહેવાય , એ સપષટ છે આ મામલે હવે બેંક ની સ્પષ્ટતા પણ જરુરી બની ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here