છોટાઉદેપુર લોકલ ક્રાઇમ દ્વારા ગોંદરીયા ગામ પાસેથી કિં.રૂ.૪૦,૫૧૪ નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ….જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેં મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગોંદરીયા ગામ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિ.રૂ.૪૦,૫૧૪/- નો > મુદામાલ સાથે હેરાફેરીના ઉપયોગમાં લીધેલ હોન્ડા કંપનીની એસ.પી ૧૨૫ સી.સી.ની જેનો રજી નં GJ-34-L-9197 ની મો.સા ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી
કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
– કબ્જે કરવામાં આવેલ મુદામાલ
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૧૭૨
(ર) હોન્ડા કંપનીની એસ.પી ૧૨૫ (રજી નં GJ-34-L-9197)
કિં.૪૦,૫૧૪- કિ.રૂ.૫૦,૦૦૦/ કુલ કી. રૂ .૯૦,૫૧૪-

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here