ભારે વાંધા- વિરોધ વચ્ચે કાલોલ તાલુકાના વેજલપુર ગામના ટાવરને તોડવાની કામગીરી શરૂ

વેજલપુર,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ગ્રામ પંચાયત સામે આવેલો ટાવર ગામ પંચાયત દ્વારા તોડવાની હિલચાલ થતા કેટલાક સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરોએ વિરોધ કરેલો અને જિલ્લા કલેકટર સુધી લેખિતમાં રજૂઆત કરી ગ્રામ પંચાયત દ્વારા ખોટી રીતે જર્જરિત ઘોષિત કરી આ ટાવર તોડી પાડવામાં આવે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા જે અનુસંધાને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ ની સુચના મુજબ સ્થળ તપાસનો અહેવાલ રજૂ કરવા માટે નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ પેટા કચેરી કાલોલ દ્વારા ૨૭ ઓગસ્ટ ના રોજ સ્થળ તપાસ નો અહેવાલ રજુ કરી દિધો હતો જે અહેવાલ અનુસાર આ ટાવર બિન ઉપયોગી જર્જરીત અને ૨૦થી ૨૫ વર્ષ જૂનો તથા મુખ્ય બજારમાં આવેલો હોવાથી અવરજવર વાળા વિસ્તારમાં આવેલ હોવાથી મોટા અકસ્માતની શક્યતા ઓ દર્શાવી અહેવાલ રજુ કરેલ.સદર અહેવાલ અનુસાર તાલુકા વિકાસ અધિકારી કાલોલ દ્વારા વેજલપુર ગ્રામ પંચાયતને પત્ર પાઠવી ટાવર તોડવા બાબતે અહેવાલ મુજબ નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અન્વયે ગ્રામ પંચાયત વેજલપુર દ્વારા આ ટાવર તોડવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

કાલોલ ગામ વેજલપુર ના સ્થાનિક રહીશો જણાવે છે કે તાલુકા વિકાસ અધિકારીના જે પત્રને આધારે ગ્રામ પંચાયત દ્વારા ટાવર તોડવાની કામગીરી ચાલુ થઈ છે તે પત્ર નું ખોટું અર્થઘટન વેજલપુર ગ્રામ પંચાયતે કર્યું છે અને માત્ર ત્રણ-ચાર દિવસમાં ટાવર તોડવાનો ઈજારો આપી દઈને ટાવર તોડી પાડી પોતાનો કોઇ અંગત સ્વાર્થ સિદ્ધ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આમ ગામમાં જાગૃત નાગરિકો દ્વારા ટાવર તોડવાની કામગીરી નો હજુ પણ વિરોધ જારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here