બોડેલી : વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કોરોના વોરિયર્સ એવા મહિલા આરોગ્ય કર્મીઓને યાદ કરવામાં આવ્યા

બોડેલી,(છોટા ઉદેપુર) ઇમ્તિયાઝ મેમણ

વિશ્વ મહીલા દિવસ એટલે આજે કેટલીય એવી મહિલાઓ છે જેઓને આજે યાદ કરવી જરૂરી છે આવી જ એક મહિલા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના ઉષાબેન તડવી જે ફિમેલ હેલ્થ વર્કર તરીકે બોડેલી તાલુકામાં ફરજ બજાવે છે. જેઓએ કોરોનાકાળ દરમિયાન પરિવાર તેમજ પોતાના બે નાના બાળકો ની ચિંતા કર્યા વિના કોરોના દર્દીઑ માટે ખડે પગે રહી સેવા બજાવી છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટી બૂમડી આરોગ્ય કેન્દ્ર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ઉષા બહેન જેઓને બે નાના સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે.ગત વર્ષે જે વિશ્વ મહામારી કોરોના કાળના સમય દરમિયાન ઉષાબેનને ફિમેલ હેલ્થ વર્કર તરીકેની જવાબદારી આપતા તેઓએ પોતાના બે નાના બાળકો અને પરિવાર ની ચિંતા કર્યા વિના તેઓએ તેમની ફરજ નિષ્ઠા પૂર્ણ તરીકે નિભાવી હતી.

જ્યારે કોરોનાએ ભારતભરમા હાહાકાર મચાવી દીધો હતો. મોટા મોટા તબીબો પણ કોરોનાના દર્દી નજીક જવા માટે ડરતા હતા ત્યારે ડોકટરો -મેલ -ફિમેલ હેલ્થ વર્કરોએ પોતાના જીવ જોખમમા મૂકી અને કોરોનાના દર્દીઓની સેવાઓ કરી છે. તો કેટલાય તબીબોએ આરોગ્ય કર્મીઓ એ કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તે કેમ કરી ભૂલી શકાય.

કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો હતો ત્યારે કોરોના પોઝિટિવ આવતા જ દર્દીના રહેણાક વિસ્તારોને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવતા હતા. કોરોના પોઝિટિવ આવેલા દર્દીના વિસ્તાર માં લોકોના આરોગ્યની તપાસ માટે કોરાંટાઈન વિસ્તારોમા ફરતી ટીમોના તમામ ડોકટર તેમજ કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી છે.

આમ તો કેટલાય ડોક્ટર્સ -હેલ્થ કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકી પોતાની ફરજ નિભાવી છે. આવી જ એક બોડેલીના હેલ્થ કર્મચારી ઉષાબેન તડવી જે કોરોનાના કપરાકાળમાં પોતાના નાના બાળકોને ઘરે મૂકી ક્વોર ન્ટાઇન વિસ્તારોમાં પોતાની ફરજ નિભાવી છે. અને હાલ પણ કોરોના સામે રક્ષણ આપતી રસીનું રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે રસીકરણ પણ કરી રહી છે જિલ્લાના કોરોના વોરિયર્સ તરીકે તેઓને સન્માન પણ આપવામાં આવ્યું છે.

કોરોના ના ડર વચ્ચે આ મહિલાએ પોતાના બાળકોને ઘરે મૂકી અને પોતાની ફરજ બજાવી હતી કેટલી વખત બાળકોને ઘરમાં મૂકી અને ઘરની બહાર તાળું મારીને પણ પોતાના સાથી કર્મચારીઓ સાથે રહી કોરોના દર્દીઓની સારવાર કરી તેમજ કોરાંટાઈન વિસ્તારોમા ફરજ બજાવી હતી.

જ્યારે આજે વિશ્વ મહિલા દીવશે મહિલાઓને આજ રીતે નિષ્ઠા પૂર્વક દરેક મહિલાઓએ કામ કરવું જોઈએ તેમ ઉષાબેહેનએ જણાવ્યુ હતુ અને વિશ્વ મહિલા દીવસની શુભકામનાઓ તેમણે દરેક મહિલાઓને પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here