બોડેલી પોલીસ સ્ટેશનના કોરોના વોરિયર્સ એવા સાત પોલીસ કર્મીઓ કોરોનાગ્રસ્ત

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિતાઝ મેમણ :-

બોડેલી તાલુકામાં કોરોના કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે બોડેલી પોલીસ સ્ટેશનના સાત પોલીસ કર્મીઓ કોરોનાગ્રસ્ત થતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

કોરોના મહામારીએ બીજા તબક્કામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે બોડેલી તાલુકા સહિત છોટાઉદેપુર જીલ્લામાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે કોરોના મહામારીમાં સતત ફરજ બજાવતા કોરોના વોરિયર્સ પણ સંક્રમિત થઇ રહ્યા છે બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને લક્ષણ જણાતા તેઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં એ.એસ.આઈ, કોન્સ્ટેબલ, મહિલા પોલીસ સહિત સાત પોલીસ કર્મચારીઓનો કોરોના પોઝેટીવ રિપોર્ટ સામે આવતા તેઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે બોડેલી પોલીસસ્ટેશનમાં કોરોના પોઝેટીવ કેસ સામે આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here