બોડેલી તાલુકાના નવા ધનપુર ગામે ગૌચરમાં આવેલ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ નવા ધનપુર ગામે મકાન નું દબાણ તોડાયુ હતું ધનપુર ગામે વહીવટ તંત્ર ધનપુર ગામે ગેરકાયદેસર એક મકાનને પોલીસની સાથે રાખી જેસીબી મશીનથી તોડી પાડ્યું હતું ત્યારે મકાનમાલિક જણાવ્યું હતું કે તંત્રને કાર્યવાહી કરવાનો હક છે પરંતુ મકાનમાંથી સામાન કાઢવા ન દેવા થી નુકસાન થયું હતું અને જાણવા મળ્યું હતું કે તેઓ સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી તેથી તેની અદાવત થી મકાન તોડી પાડવામાં આવ્યું જાણવા મુજબ ધનપુર માં રહેતા મકાનમાલિકને પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હતી છતાં મકાનમાલિક નોટિસને ગણકારી નહોતી આખરે પંચાયત દ્વારા વિકાસ અધિકારીને વાત કરી વિકાસ અધિકારી સાહેબની હાજરીમાં જેસીબી મશીન તેમજ પોલીસ બંદોબસ્ત સાથે આ મકાન ગેરકાયદેસર ને તોડી પાડવામાં આવ્યું હતું ક્યારે મકાન માલિકનો થી આક્ષેપ છે કે મારા મકાનમાં દુકાન અનાજ કરીયાણાની હતી અમને સમય આપતા આ મકાનમાં ફ્રીજ તિજોરી પલંગ તેલનો ડબ્બો અને થોડું અનાજ કરીયાણા નું હતું તેને નુકસાન થયેલ છે એવું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here