કાલોલ તાલુકાની એક ગામની મહિલાને તેના સાસરિયાં વાળા દ્વારા ઘરમાં ઝગડો કરી અપશબ્દો બોલી હેરાન કરતા 181 અભયમ્ મદદે પોહોચી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એક ગામમાથી પીડિત મહિલા દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે મારા લગ્નને ૫ મહિના થયેલ છે અને હું પ્રેગનેટ છું તો મારા સાસરી વાળા આ બાળક અમારા છોકરાનું નહી અને કામકાજ નહી કરતી તેમ ઝગડો કરી અપશબ્દો બોલી હેરાન કરે તેમને સમજાવવા બાબત ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર જાણ કરેલ છે જે પંચમહાલ અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી પીડિતા સાથે વાતચીત કરતાં તેમને જણાવેલ કે મારાં લગ્નને અંદાજે ૫ મહિના થયા છે અને મારે ૫ મહિનાની પ્રેગનેંસી છે મારા સાસરી વાળા મારાં પર આક્ષેપ લગાવે છે કે લગ્ન થયાને ૫ મહિના થયા જેથી આ બાળક અમારા છોકરાનું નથી . મારી સાથે આ રીતે ખોટો આક્ષેપ લગાવી હેરાન કરે છે તેમજ તું કામકાજ નથી કરતી તને ઘરમાં બેસાડી રાખવા નથી લાવ્યા તેવા આક્ષેપો કરી મને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા હતા. મારાં પિયરમાં મારાં મમ્મી પપ્પા નથી મારાં દાદી એકલા છે. હું બિમાર થાવ તો મારાં સાસરી વાળા દવાગોળી પણ કરાવતા નથી. જેથી મને પિયરમાં લઈ આવ્યા હતાં. મે પિયરમાં અંદાજે એકાદ મહિના થી રહું તે સમય દરમ્યાન મારાં સાસરી પક્ષ વાળા કે મારા પતિ કોઈ પણ મારી હાલચાલ કે ખબર અંતર પૂછતાં ન હતા. મારાં દાદી એકલા હોવાથી મારી દેખભાળ કરી શકે તેમ ન હતા જેથી મારાં કાકાએ મારી સાસરી પક્ષ વાળા ને જાણ કરી ગામનાં વડીલો લઈને આવે અને મને સાસરીમાં પરત લઇ જાય. જેથી આજ રોજ મારાં સાસરી પક્ષના મને લેવા આવ્યા પરંતુ મારી પર દબાણ મૂકે છે કે તને અમે લઈ જઈએ પણ તારે ઘરનું તેમજ ખેતરનું તમામ કામ કરવું પડશે. આવું દબાણ કરતાં મારાં સાસરી પક્ષ અને પિયર પક્ષ વચ્ચે બોલાચાલી થઈ જેમાં મારાં સાસરી પક્ષ વાળાએ મારપીટ કરવાની કોશિશ કરી. જેથી મે ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવેલ હતી.જેમાં
૧૮૧ ટીમ દ્વારા તેમની સાસરી પક્ષ વાળાનું અસરકારક કાઉન્સિલીંગ કરી તેમને કાયદાકીય સમજ આપી કાયદાનું ભાન કરાવ્યું. તેમના સાસરી પક્ષ વાળાને તેમની ભુલ સમજાઈ અને ૧૮૧ ટીમ તેમજ વડીલોની હાજરીમાં પોતાની ભૂલ સ્વીકારી તેની માફી માગી અને લેખિત માં બાહેધરી આપી કે હવેપછી અમારી વહુ ચેતનાબેન સાથે આવનાર બાળક ને લઈને કે કામકાજ બાબતે ઝગડો ના કરીએ કે મારપીટ કરવાની કોશિશ ના કરીએ. તેમજ અમારી વહુ ચેતનાબેનની પ્રેગનેન્સી દરમ્યાન તેમની તબિયત સચવાય તેની પૂરેપૂરી તકેદારી રાખીશું અને તેમને સમયસર હોસ્પિટલ લઈ જઈ દવાગોળી કરાવીશું. તેવી લેખિત માં બાહેધરી આપીએ છીએ. તેમના સાસરી પક્ષ વાળાએ તેમની ભૂલ સ્વીકારી લેખિત માં બાહેધરી આપતા ચેતનાબેન પણ તેમની સાસરીમાં સ્વેચ્છાએ જવા માટે સેહમત થયા હતા.આમ ૧૮૧ અભયમ ટીમ દ્વારાબંને પક્ષનું અસરકારક કાઉન્સિલીંગ કરી બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું.આમ ૧૮૧ ટીમ દ્વારા અસરકાર કાઉન્સિલીંગ કરી અને તેમના સાસરી પક્ષ વાળાને સમજાવી અને આવી પરસ્થિતિમાં તેમનો સાથ આપવા માટે સભાન કરવવા બદલ ચેતના બેને ૧૮૧ અભયમ ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here