બોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

28 મી ફેબ્રુઆરી 1982 ના રોજ ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામને ‘રામન ઇફેક્ટ’ની શોધ પૂરી કરી હતી.તેમની યાદમાં 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ મહામૂલી શોધ બદલ તેમને 1930 માં નોબેલ પારિતોષિતથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 1964 માં તેમને ભારત રત્નનો ખિતાબ પણ એનાયત કરવામાં આવેલો હતો.
શાળાના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા અભિમુખ થાય તેવા હેતુથી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતા જુદા જુદા પ્રયોગોનું પ્રત્યક્ષ નિદર્શન કાર્ય કરાવવામાં આવ્યું. તેમજ વિજ્ઞાન વિષયક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થયેલ હતું. આ ઉપરાંત શાળાના બાળકોને ડૉ.સી વી રામનનો પરિચય આપતી ડોક્યુમેન્ટરી તેમજ વિજ્ઞાનને લગતી ડોક્યુમેન્ટરી બાળકોને બતાવી વિજ્ઞાન પ્રત્યે રસ દાખવતા કરવામાં આવ્યા હતા.શાળાના ગણિત,વિજ્ઞાનના શિક્ષકો પટેલ ફાલ્ગુનીબેન,કઠેસીયા લેખિકાબેન અને પરમાર ધર્મેન્દ્રભાઇએ સમગ્ર કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન કર્યું હતું.(ફોટો વિગત): બોડેલી તાલુકાના ચલામલી પ્રા. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here