બોડેલી તાલુકાના ઉંચાકલમ ગામે ચૂંટણી બહિસ્કારના નિર્ણયના અમલ વચ્ચે માત્ર એક મત નંખાયો

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

બોડેલી તાલુકાના ઉંચાકલમ ગામે અલગ આઠ વર્ષ બાદ પણ ગ્રામ પંચાયત ન આપવાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણી બહિસ્કારનો નિર્ણય લીધો હતો. તેનું ચુસ્ત પાલન કરીને બપોર સુધી બુથકેન્દ્ર માં એક પણ મત પડ્યો ન હતો.ત્યારે અધિકારીઓ એક મતદારને ગાડીમાં બેસાડી લાવીને મતદાન કરાવતા ગ્રામજનો એ આક્ષેપ સાથે ભારે હોબાળો કર્યો હતો. 513 ના મતદાન પૈકી એક માત્ર મત પડ્યો હતો. તેવી જ રીતે તરગોળ માં પણ રસ્તા ને લઇને ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો ત્યાં પણ 725 ના મતદાન મા ફકત એક મત પડ્યો હતો.

છોટાઉદેપુર જિલ્લા ના સંખેડા તાલુકા માથી વિભાજન થતાં બોડેલી તાલુકો અસ્તિત્વ માં આવ્યો જેમા ઉંચાકલમ ગામ ના લોકો ગ્રામ પંચાયત વિહોણા થઈ ગયા છે ગામ ના લોકો  ગામ ના વિકાસ ને લઈ વલખાં મારી રહ્યા છે ગામ માં સરપંચ નથી ત્યારે  ગામની  સમસ્યા હોય કે ગામ ના વિકાસ માટે ની  રજૂઆત ગામના લોકો કરે તો કોને કરે તેવી સ્થિતી માં મુકાયા હતા જેને લઈ તેઓએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચુટણી બહિસ્કાર નો નિર્ણય કર્યો હતો ગામ માં મતદાન માટે ના બૂથ પર ગ્રામ પંચાયત ની ચુટણી નું મતદાન તો નથી થતું .જોકે આ બૂથ પર  લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ની ચૂટણી માટે મતદાન થાય છે.ગામ ના લોકો એક આશા રાખી મતદાન કરે છે કે તેમની સમસ્યા નેતાઓ સાંભળસે અને તેમની સમસ્યા નું નિવારણ લાવશે. પણ વર્ષો થી તેમની સમસ્યા નું નિવારણ ન આવતા સ્થાનિક ચુટણી માં ગામ ના લોકોમતદાન નહી કરે તેવું નક્કી કર્યું હતું . વર્ષો જૂની સમસ્યા નું નિવારણ ન ચૂંટણી બહિકાર નું શસ્ત્ર  ઉગામ્યું હતું સ્થાનિક સ્વરાજ્ય ની ચુટણીઓ પૂર્ણ થઈ ગઈ છે  પરિણામો આવી ગયા છે.  હવે જોવા નું એ રહે છે કે તેમના ચુંટણી બહિષ્કારનો નિર્ણય કેટલો કારગત નીવડે છે નેતાઓ અધિકારીઓએ કેટલા સમયમાં તેમની આ વર્ષો જૂની સમસ્યાઓ નું નિવારણ લાવે છે.

ગ્રામ પંચાયત અલગ કરવાનો મુદ્દો મુખ્ય હોવા છતાં તંત્ર એ લાપરવાહી દાખવી છે. જેથી કુંડી-ઉચાકલમ ને ન્યાય ન મળતા ગ્રામજનોએ આખરે મતદાન બહિષ્કાર નો નિર્ણય લીધો હતો. જેને લઈ બપોર સુધી એક મત પડ્યો ન હતો. છેવટે અધિકારીઓ ધુવાપુવા થઈને એક મતદાર ને ગાડી માં લઇ આવી ને મત નખાવ્યો હતો. તેવા આક્ષેપ સાથે ગ્રામજનો એ હોબાળો કર્યો અને પોલીસ ને દરમ્યાનગીરી કરવાની પણ ફરજ પડી હતી. પ્રજા ની સેવા કરવાના ઠાલા વચન સાથે ચૂંટણી લડી ને જીત્યા પછી પાંચ વર્ષ મત વિસ્તારના કામો ન થતા મતદારો રોષે ભરાય તે સ્વાભાવિક છે. ચૂંટણી ટાણે મત વિસ્તાર માં ડેરા તંબુ નાખતા નેતાઓ ચૂંટણી પછી મત વિસ્તાર નુ ધ્યાન રાખે તે આ બે ગામ ના ગ્રામજનો એ બતાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here