બોડેલી તાલુકાનાની વીસાડી અને પાંધરામાં માવઠાની અસરથી ખેડૂતના સપના રોડાયા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તાલુકાનાની વીસાડી અને પાંધરામાં કમોશી માવઠાના કારણે ઉભા પાકને મોટું નુકસાન થયું છે અને ખેડૂતને રાતા પાની રોવાનો વારો આવ્યો છે જેને લઇને ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે મળતી વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં થયેલ માવઠાની પગલે બોડેલીના વીસાડી અને પાંધરા માં વ્યાપક નુકસાન થયું છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા જેને લઈને મકાઈના પાક જમીન દોસ્ત થયો છે જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે પાધરાના ખેડૂત એ ચીમનભાઈએ જણાવ્યું હતું કે અમને અમારા મકાનના પત્રા પણ વાવાઝોડવામાં ઉડી ગયા હતા અને અમારા મકાઈના ખેતરમાં ઊભો પાક વરસાદ અને વાવાઝોડું થી પડી ગયો હતો તો અમોને ઘણું નુકસાન થયું છે માટે સરકાર અમને મદદ કરે તેવું ખેડૂત ભાઈએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here