બોડેલી ખાતે વડાપ્રધાનના મન કી બાતના ૧૦૬ માં એપિસોડને નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

દર મહિનાના છેલ્લા રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાતનો કાર્યક્રમ ટીવી અને રેડિયોના માધ્યમથી કરે છે.મન કી બાતના ૧૦૬ માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંબોધતા જણાવ્યું હતું કે તહેવારો આવી રહ્યા છે.પ્રત્યેક ભારતીય લોકલ ફોર વોકલ અને વોકલ ફોર લોકલને ધ્યાનમાં રાખી મેક ઈન ઇન્ડિયા ચીજવસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યું હતું.દેશના લોકોએ પૂ ગાંધી બાપુની જન્મજયંતીએ ખાદીની રેકોર્ડબ્રેક ખરીદી કરી હતી.તે પ્રમાણે સ્થાનિક દુકાનદારો પાસેથી વસ્તુઓની ખરીદી કરવા જણાવ્યું હતું.દેશના દીકરા,દીકરીઓએ ખેલમાં ૧૦૬ મેડલો દેશને આપવી ગૌરવ અપાવ્યું છે.૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને દેશમાં એકતાદિવસની ઉજવણી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.છોટાઉદેપુર જિલ્લામાં અનેક બુથોમાં મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાએ બોડેલી તાલુકાના ભીલવાણીયા ગામે પેજ પ્રમુખ હરિસિંહ રાજપૂતના ઘરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ નિહાળ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા ઉપપ્રમુખ સંદીપભાઈ શર્મા,જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ભગુભાઈ પંચોલી,જિલ્લા મીડિયા સેલના કન્વીનર પરિમલ પટેલ,બોડેલી તાલુકા પંચાયત સદસ્ય ડો મહક પટેલ,સરપંચો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here