બોડેલી એસ.ટી ડેપોમા આરોગ્ય વિષયક તેમજ સાફ-સફાઈને લગતાં પગલાં ભરવાનો આજથી પ્રારંભ..

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

વડોદરા એસટી નિગમ અને છોટાઉદેપુર જિલ્લાનું વહીવટીતંત્ર સાફ સફાઈ ને લઇને સજાગ બન્યું છે, ત્યારે બોડેલી એસ.ટી ડેપોમાં પણ આરોગ્ય વિષયક તેમજ સાફ-સફાઈ ને લગતાં પગલાં ભરવાનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેના અનુસંધાને એસટી વિભાગ દ્વારા સમગ્ર એસટી પરિસરની સાફ-સફાઈ કરાઈ છે. ઉપરાંત એસટી બસોને પણ પાણીનો મારો ચલાવી ધોવામાં આવીછે એન,એમ ભટ્ટ મદદનીશ વહીવટ અધિકારી દ્વારા બોડીલી ડેપો સ્વચ્છ રહે તે માટે બસ ડેપો ની પરિસરમાં ડસ્ટબિન મૂકવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું બોડી ડેપો સ્વચ્છ ચોખ્ખો રહે તે માટે સફાઈ કર્મીઓને સુચનાઓ પણ આપવામાં આવી હતી
એસ.ટી ડિવિઝન દ્વારા આજે વહેલી સવારથી એસટી ડેપોના સમગ્ર બિલ્ડિંગમાં ઉપરાંત પાર્કિંગ ના સ્થળોએ મોટાપાયે સાફ સફાઇ હાથ ધરવામાં આવી હતી. અને સમગ્ર એસટી પરીસર ને સાફ કરવામાં આવ્યું છે. ઉપરાંત એસટી ડેપોની અંદર આવતી જતી તમામ બસોને વર્કશોપમાં લઈ જઇ સંપૂર્ણપણે ધોવામાં આવી રહી છે. અને મુસાફરોની ચઢઉતર થતી હોવાથી એકબીજા પ્રવાસીઓને કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે તે હેતુસર સાફ સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે.
આ ઉપરાંત બોડેલી એસટી વિભાગની ટીમ દ્વારા સાફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી બોડેલી એસટી ડેપોમાં એન એમ ભટ્ટ મદદનીશ વહીવટી અધિકારી અને બોડેલી ડેપો મેનેજર ની ઉપસ્થિતિમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here