બોડેલીમાંથી ચોરાયેલી કારના નંબરમાં એક જ અંકનો ફર્ક અને એક જેવી જ કાર અને નંબરથી કેવી સર્જાઈ સમસ્યા…

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઢોકલીયા માં પાઇપના ફેક્ટરીમાંથી એક સપ્તાહ પહેલા કારખાનામાંથી લક્ઝરી કાર ચોરાઈ હતી આ કારનો નંબર હતો Gj 06 PB 9990 અને આજે સવારે વડોદરા તરફથી છોટાઉદેપુર તરફ જઇ રહેલી આ લક્ઝરી fortuner કાર જેનો નંબર હતો Gj 06 PD 9990 નંબરની કાર બોડેલી ના છોટાઉદેપુર હાઈવે પર આવેલ ફાટક પાસે પસાર થતા બોડેલી ના યૂવાન કાર ને રોકી ને ફોટા પાડતા કાર માલિક મૂંઝવણમાં મુકાયા હતા ત્યારે સ્થાનિક લોકો બોડેલીમાં ચોરાયેલા ગાડીના માલિક ને બોલાવીને આ કાર ના નંબર ચેક કરતા ગાડીના નંબર માં સિરીઝમાં ફરક જોવાતા આ ગાડી માલિકને જવા દીધો હતો ત્યારે વડોદરા તરફથી છોટાઉદેપુર જતા ગાડી માલિક જણાવ્યું હતું કે કે કોઈ ચોર ડાકુ લુંટારા હોય તેમ અમને ગાડી રોકીને ફોટા પાડવા લાગ્યા હતા અને તેઓ ફેમિલી સાથે તેમનું ફેમિલી પણ મૂંઝવણમાં મુકાયું હતું આખરે આ ગાડીના નંબર સિરીઝમાં ફરક જણાતા આ વડોદરાના કાર ચાલકને જવા દેવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here