બાબરામાં હીરા ઉદ્યોગનો ફરીથી પ્રારંભ થતાં રત્ન્કારોના મુખ પર સ્મિત છવાયુ….

બાબરા,(અમરેલી)
હિરેન ચૌહાણ

સમગ્ર વિશ્વ સહીત ભારત દેશમાં કોરોના વાયરસનો કહેર પ્રસરાયો છે ત્યારે લોકડાઉનના કારણે હીરા ઉદ્યોગ બંધ હોવાથી હિરાઘસુ રત્નકારોમાં હતાશા છવાય ગઈ હતી. હાલ 60 જેટલા દિવસો બાદ ફરી હીરા ઉદ્યોગ શરૂ થતા હતાશ થયેલા કારીગરોનાં ચહેરા પર ફરીથી સ્મિત છવાયુ હતુ.

મળતી વિગતો મુજબ અમરેલી જીલ્લામા ખેતી બાદ જો કોઈ ઉદ્યોગ હોય તો એ હીરા ઉદ્યોગ છે, જે છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના પ્રકોપમાં જાહેર કરેલ લોકડાઉનના કારણે બંધ હતું પરંતુ હવે આ હીરા ઉદ્યોગને ફરીથી રાબેતા મુજબ શરૂ કરવાની ગતીવિધી કરવામા આવતા હીરાના કારખાના ધમધમાટ સાથે ફરીથી હીરાની ચમક-દમક પાછી આવી રહી હૉય ઍમ લાગી રહ્યુ છે. તેમજ બાબરામાં હીરાના કારખાનાનૅ સૅનિટાઈઝ કયાૅ બાદ શરુ કરવામા આવ્યાનુ જણાવવામાં આવૅલ છે આ હીરાના કારખાનામા કામેં આવતા રત્નકલાકાર માટે કદાચ આ સમયે સૌથી લાંબુ વૅકૅશન હૉય તૉ આ લૉકડાઉન વેકેશન કહેવાય..!! એટલા માટે હીરાની ચમકની માફક તેને ઘાટ આપનાર રત્ન કારીગરના ચહૅરા પર ફરી હીરા ઉધૉગ શરુ થતા સ્મિત પણ પાછું ફર્યુ હશૅ તૅમ જૉતા લાગી રહ્યુ હતુ. અહી આવૅલ હીરાના કારખાનામા કામૅ આવતા તમામ કારીગરૉનૅ પ્રવૅશ દ્વાર પર સૅનિટાઈઝ કર્યા બાદ કારખાનામા પ્રવૅશ આપવામા આવ્યૉ હતૉ. માર્યાદિત સ્ટાફ સાથૅ ચાલુ કરવામા આવૅલ કારખાનામા તંત્ર દ્વારા જણાવવામાં આવૅલ નીયમૉના પાલન સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે એક ઘંટી પર બે કારીગરને બેસાડી સવારના (આઠ થી ચાર) વાગ્યા સુધી આ હીરા ઉદ્યોગને ચાલુ રાખવામા આવે છે ત્યારે ચહેરા પર માસ્ક બાધી રત્નકારો રત્નોને ઘાટ આપતા નજરે પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here