ગોધરા નગરમાં બે રાજકીય માથાઓના આશિષે વિમલ, ગુટખા અને તમાકુનો કાળો બજાર ચરમસીમાઓ પાર…

ગોધરા,(પંચમહાલ)
કલમ કી સરકાર : સાજીદ શેખ

વિમલ, ગુટખા અને તમાકુનો ખુબ જ મોટા પ્રમાણનો જથ્થો જે હાલ કોઈ કેદમાં ફસાયો…અટવાયો કે પછી ઝડપાયો… હોય તેનું સેટિંગ કરી સોદો પાર પાડી અન્ય નગરના વેપારીને અપાવવાની વાતો વહેતી થઇ…

સરકાર દ્વારા છૂટછાટ મળી હોવા છતાં ગુટખા માફિયા એવા બે રાજકીય માથાઓના ઈશારે વિમલ, ગુટખા અને તમાકુના હોલસેલના વેપારીઓ બજારમાંથી અલાઉદ્દીનના જીનની જેમ ગાયબ થયા..!!

એવું માની શકાય કે હોલસેલના વેપારીઓ પાસે વિમલ, ગુટખા અને તમાકુનો માલ-સામાન નહી હોય… તો પછી હાલ બજારમાં જે બમણા ભાવે એટલે કે કાળા બજારે વિમલ, ગુટખા અને તમાકુની બનાવટો વેચાઈ રહી છે એ માલ ક્યાંથી આવે છે..!!?

છેલ્લા 60 દિવસથી દેશની પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે, એક તરફ કોરોના નામક અદ્રશ્ય વાયરસનો વાર છે તો બીજી તરફ લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હોવાના કારણે આર્થિક સંકટનો માર છે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે “જાયે તો જાયે કહા” જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. તેમછતાં વિમલ, ગુટખા અને તમાકુના વ્યસને બંધાયેલા કેટલાય લોકો પોતાની તલબ સંતોષવા ગમે તે હદ પાર કરી જતા હોવાની વાતો સાંભળવા મળી રહી છે. ખરેખર આજે જ્યારે કલમના કસબકારો કોરોના મહામારી વિશેનો ઈતિહાસ લેખી રહ્યા હશે તો એમાં અન્ય વિસ્તારોના દારૂ, ગાંજો, ચરસ, બ્રાઉન સુગર અને વાહિટ પાવડરના ગંજેરીઓની કથા કહાનીઓ ઉમેરતા હશે જ્યારે આપણા ગોધરા નગર વિશે વિમલ, ગુટખા અને તમાકુના તલબગરોની દાસ્તાનો લેખાતી હશે..!! અને એમાં એક વાત ખાસ લેખાશે કે વિમલ, ગુટખા અને તમાકુના બંધાણીઓની છુપી બુમો સાંભળી-સાંભળીને ગોધરા નગરના બે રાજકીય માથાઓ એવા તો અવ્વલ દરજ્જાના દલાલ બની ગયા છે કે હાલ પણ એમની લાલચ વિમલ, ગુટખા અને તમાકુના માલની લે-વેચ કરવા માટેની છુપી મીટીંગો કરવા મજબુર કરી રહી છે.

હાલમાં ચાલી રહેલા ચોથા ચરણના લોકડાઉનમાં સરકારે અમુક છૂટછાટોમાં પાન-પડીકીના ગલ્લાઓને પણ ચાલુ રાખવામાં થોડી રાહત આપી છે, જેથી વિમલ, ગુટખા અને તમાકુના વ્યસને બંધાયેલો વ્યક્તિ આશાનીથી પોતાની તલબ સંતોષી શકે… પરંતુ ગોધરા નગરમાં જ્યારથી બજારો ખુલ્યા છે ત્યારથી વિમલ, ગુટખા અને તમાકુના હોલસેલના વેપારીઓની સટર બંધ હોવાની વાતો સામે આવી રહી છે, કદાચ એવું માની શકાય કે એ હોલસેલના વેપારીઓ પાસે વિમલ, ગુટખા અને તમાકુનો માલ-સામાન નહી હોય… તો પછી હાલ બજારમાં જે બમણા ભાવે એટલે કે કાળા બજારે વિમલ, ગુટખા અને તમાકુની બનાવટો વેચાઈ રહી છે એ માલ ક્યાંથી આવે છે..!!? આવા દરેક વેધક પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયન્ત કરીએ છીએ તો નગરમાં ચર્ચાઈ રહેલ ચર્ચાઓનો ચિતાર એ જ બે રાજકીય માથાઓ તરફ ઈશારો કરી જાય છે. જેથી હવે એક વાત નક્કી થઇ ગઈ કે ગોધરા નગરમાં વિમલ, ગુટખા અને તમાકુનો માફિયા રાજ પ્રસ્થાપિત થઇ ગયો છે. અને એ માફિયારાજના મુખ્ય સુત્રધાર અગ્રણી રાજકીય પક્ષના ગોધરા શહેરના હોદ્દેદારો છે.

હાલમાં ગોધરા શહેરમાં વિમલ, ગુટખા અને તમાકુના ભાવ છાપેલ પ્રિન્ટથી કેટલી હદે વધુ લેવાઈ રહ્યા છે એ સૌને ખબર છે માટે એમાં કોઈ સુત્રોની જરૂર નથી પરંતુ બિન સત્તાવાર સુત્રો થકી મળતી વિગતો મુજબ ગોધરા શહેર જ નહિ સમસ્ત પંચમહાલ જીલ્લામાં વિમલ, ગુટખા અને તમાકુનો કાળો બજાર કરવામાં મુખ્ય ભૂમિકા આ જ બે રાજકીય માથાઓની છે અને ગત રોજ સાંજે આ રાજકીય માથાઓ એક અન્ય નગરના વેપારીને ગોધરામાં બોલાવીને મીટીંગ કરી રહ્યા હતા જેમાં એ લોકો વિમલ, ગુટખા અને તમાકુનો ખુબ જ મોટા પ્રમાણનો જથ્થો જે હાલ કોઈ કેદમાં કે પછી નજરકેદમાં ફસાયો…અટવાયો કે પછી ઝડપાયો…હોય એનું સેટિંગ કરી સોદો પાર પાડી ધંધો કરવાની વાતો કરી રહ્યા હતા…!! ગુટખા માફિયાઓની આ વાતમાં કેટલી હકીકત છે એ તો હવે આવનાર સમયમાં બહાર આવીને જ રહેવાની છે, કારણ કે અત્યાર સુધી આ ગુટખા માફિયાઓએ લોકડાઉનનો સહારો લઇ અને પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી ખુબ જ આંટા ફેરા માર્યા છે પણ હવે તો નગરના સભ્ય નાગરીકોને પણ આંટા-ફેરા મારવાની છૂટછાટ મળી ગઈ છે.. જેથી એવું કહી શકાય કે કોઈ એક જગ્યાએ કેદમાં રહેલા વિમલ, ગુટખા અને તમાકુના માલનો એ લોકો સોદો કરી લેશે પણ એને બીજી જગ્યા પર લઇ જવું મુશ્કેલ જ નહિ નામુમકીન છે કારણ કે હવે ત્રિનેત્ર એવા મીડિયાનો કેમેરો એમના પર ગોઠવાઈ ગયો છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here