બાબરામાં ફૈઝાને મોલા અલી ગ્રુપ અને સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે

બાબરા,

પ્રતિનિધિ :- હિરેન ચૌહાણ

દરરોજ અંદાજીત ૧૫૦૦ થી ૨૦૦૦ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે

આજે ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ રહી છે. જેમાં દુનિયાના લાખો લોકો આ વાયરસની ઝપેટમા આવી ગયા છે. ત્યારે ભારત સરકાર દ્રારા સમગ્ર દેશમાં ૩ મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે. જેથી ગુજરાતના દરેક જીલ્લા અને તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંમાં અનેક સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો ભુખ્યા સુધી ભોજન પોહ્ચાવી રહ્યા છે.
જેને અનુરૂપ બાબરા નગરમા પણ ફૈઝાને મોલા અલી ગ્રુપના સભ્યો દ્વારા દિવસ રાત જોયા વિના નાના મધ્યમ ગરીબ પરિવારોની વ્હારે આવ્યું છે આવી સ્થિતિમા ભારે તકલીફનો સામનો કરવા મજબૂર બનવું પડે એ પહેલાં બાબરામા ફૈઝાને મોલા અલી ગ્રુપ અને સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા દૈનિક ૨૦૦૦ જેટલા લોકો માટે શુદ્ધ ભોજનની વ્યવસ્થા હાથ ધરી અને મોબાઈલ વાહનો,બાઈક દ્વારા ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ કાર્યમાં જહેમત ઉઠાવનાર સભ્યો સૈયદ સોયબ બાપુ, સમીર ભાઈ મેતર, ખાલીદભાઈ સૈયદ, હારુનભાઈ મેતર, ખાલીદભાઈ અગવાન,મુસતુભાઈ મેતર, મહેશભાઈ, રહીમભાઈ કટારીયા, અકરમભાઈ મેતર સહીતના સભ્યો દ્વારા સેવા આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here