કાલોલ તાલુકાના ભુખી ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગણનાપાત્ર કેસ સામે વેજલપુર પોલીસ ઉગતી ઝડપાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના ભુખી ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાએ કુલ નંગ-૧૬૧૩ બોટલ રૂ.૧,૬૬,૨૬૮/-ના મુુ્દ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

કાલોલ વેજલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ભુખી ગામે રહતો વિરેદ્ર ઉર્ફે ભુરીયો રણજીતસિંહ જાદવ નાઓએ મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી ભુખી ગામે જુના ફળીયામાં રહેતા ભીમસિંહ છત્રવસિંહ જાદવ નાઓના રહેણાક ઘરમા સંતાડી રાખ્યો હોવાની મળેલ બાતમી આધારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે કાલોલ તાલુકાના ભુખી ગામે બાતમી વાળી જગ્યાએ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાએ ઇસમના ઘરમાં રેડ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની દારૂ ની બોટલ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે. જેમાં માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ટીન નંગ-૫૧૬ જેની કિંમત રૂ.૫૬,૨૨૪/- રોયલ બ્લલ્યુ મલ્ટ વ્હીસ્કીના કિાટરીયા નંગ-૬૭૨ જેની કિંમત રૂ.૬૭,૨૦૦/- ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૩૮૪ જેની કિંમત રૂ.૩૭,૨૪૮/- અને લંડન પ્રાઈડ વપ્રમીયમ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૪૧ જેની કિંમત રૂ.૫,૫૭૬/- મળી કુલ નંગ-૧૬૧૩ બોટલ રૂ.૧,૬૬,૨૬૮/-ના મુુ્દ્દામાલ સાથે એક ઈસમ ભીમસિંહ છત્રવસિંહ જાદવ (રહે.ભુખી) ઝડપી પાડ્યો. જ્યારે પોલીસ પકડ બહાર એવાં વિરેન્દ્ર ઉર્ફે ભુરીયો રણજીતવસહ જાદવ રહે.ભુખી નાં એમ બે આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાયૅવાહી હાથ ધરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની જુદી જુદી કલમો હઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે વેજલપુર પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં આવતા ભુખી ગામમાં મોટી માત્રમાં વેચતાં દારૂ સામે વેજલપુર પોલીસ ઉગતી ઝડપાઈ અને મોટી માત્રામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગોધરાએ દારૂ ઝડપી પાડી ગણનાપાત્ર કેસ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધ્યો. જ્યારે વેજલપુર પંથકના બુટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here