નર્મદા જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થયા બાદ મંત્રીઓની એન્ટ્રી

સાગબારા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

સાગબારા તાલુકામાં વનમંત્રી ગણપતસિંહ વસાવા દ્વારા 1000 અનાજની કીટનું જરૂરિયાત મંદોને વિતરણ

નર્મદા જિલ્લામા કોરોનાનો પગ પેસારો થયા બાદ કોરોનાના વધતા કેસો જોઈ નર્મદાના અંતરીયાળ ગામોમા જરૂરિયાતમંદોને મદદરૂપ થવા હવે મંત્રીઓની એન્ટ્રી થવા લાગી છે . 21 દિવસના લોકડાઉન બાદ સાગબારા તાલુકામાં રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવાનુ આગમન થયુ હતુ .અને તેમાંના દ્વારા 1000 અનાજની કીટનું જરૂરિયાત મંદોને વિતરણ કરવામાં આવ્યું હતુ . તેમની સાથે ભરૂચ – નર્મદા સાંસદ મનસુખભાઇ વસાવા , માજી વનમંત્રી મોતીભાઈ વસાવા, માજી જિલ્લા પ્રમુખ શંકરભાઇ વસાવા તથા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહી કીટનું વિતરણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here