બહાદરપુરમાં ઠેર ઠેર જગ્યાએ શીતળા માતાની પૂજા કરવા મહિલાઓ ઉમટી

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા ના બહાદરપુર ની મહીલો ઓ દ્વારા શીતળા સાતમની ની ઉજવણી કરવામાં આવી શીતળા સાતમના આગલા દિવસે એટલે કે રાધન છઠના દિવસે રાંધીને સાતમના પર્વ દિવસે શીતળા માતાના મંદિરે ઠંડુ ભોજન ના નિવેદ કરીને સાથે પ્રસાદી લે છે આ શીતળા સાતમનો મહિમા પણ છે
શ્રાવણ મહિનામાં બે વખત શીતળા સાતમ આવે છે. એક વદ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં, અગાઉ શુક્લ પક્ષ વખતે શીતળા સાતમ પર્વની પણ ઉજવણી થઈ હતી. વદ પક્ષમાં પણ શીતળા સાતમ પર્વની આ જ રીતે ઉજવણી કરવામાં આવી હતી, બહાદરપુરમાં શિવાલયો તેમજ આવેલા રામજી મંદિરના પરિસરમાં મહિલાઓ મોટી સંખ્યામાં બુધવાર શીતળા સાતમ પર્વ નિમિત્તે શીતળા માતાની માટીની મૂર્તિ પૂજા કરવા માટે ભાવભેર ઉમટી પડી હતી. અત્રે બ્રાહ્મણો દ્વારા સંપૂર્ણપણે વિધિ મુજબ શીતળા માતાની પૂજા મહિલાઓ એ કરી અને ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે તેવા રૂડા આશીર્વાદ માગી માની અર્ચના વિધિ કરાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here