બંધારણના ધડવૈયા ડો.આંબેડકર સાહેબના પરિ નિર્વાણ દિન નિમિત્તે ડભોઇ એસ.ટી ડેપો રોડ પર આંબેડકર ચોકમાં પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા…

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

14 એપ્રિલ ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરી ગામ માં જન્મેલા ડો.ભીમરાવ આંબેડકરે 1949 માં ભારતના ના બંધારણ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
તેઓ નુ 6 ડીસેમ્બર 1956 માં તેઓનું નિધન થયું હતું આજે ડો.ભીમરાવ આંબેડકર ના નિર્વાણ દિન નિમિત્તે ડભોઇ દલિત સમાજ ના આગેવાનો માં પરમાર કાન્તિ ભાઇ ડી.મકવાણા.મનસુખભાઈ પરમાર . મહેશ ભાઈ પરમાર સહિત વિશાળ સંખ્યામાં કાર્યકરો એ પ્રતિમા ને પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.જ્યારે આ કાર્યક્રમ દરમિયાન બાબાસાહેબ અમર રહો ના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા. સાથે દલીત સમાજ માં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here