ગોધરામાં કરિયાણાની દુકાનો, દૂધ-છાશ-શાકભાજી વેચાણ કેન્દ્રો માટે સમયપત્રક જાહેર કરાયું….

ગોધરા,તા-૨૯-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

લોક ડાઉન દરમિયાન વ્યવસ્થા જાળવવાના હેતુથી ગોધરા પ્રાંત અધિકારીશ્રીએ જાહેરનામું બહાર પાડ્યું….

દૂધ-છાસ કેન્દ્રો સવારના 04.00 થી 16.00 સુધી તેમજ કરિયાણા-શાકભાજી-ફળોના વેચાણકેન્દ્રો પર સવારના 06.00 થી 14.00 કલાક સુધી વેચાણ કરવામાં આવશે

કોરોના સંક્રમણને રોકવાના હેતુથી જાહેર કરાયેલ 21 દિવસના લોકડાઉન દરમિયાન ગોધરા શહેરના નાગરિકોને અનાજ-કરિયાણું, દૂધ-શાકભાજી-ફળો, અનાજ દળવાની ઘંટી સહિતની જીવનજરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે અને આ વેચાણકેન્દ્રો પર લોકો ભીડ સ્વરૂપમાં એકત્રિત ન થાય તે હેતુથી ગોધરાના પ્રાન્ત અધિકારી અને ઈન્સીડેન્ટ કમાન્ડર શ્રી વિશાલ સક્સેના દ્વારા આ વેચાણકેન્દ્રોનો સમય નિશ્ચિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર શહેરના દૂધ-છાસના વેચાણકેન્દ્રો પર સવારના 04.00 થી બપોરના 16.00 કલાક સુધી, અનાજ-કરિયાણાની દુકાનો, અનાજ દળવાની ઘંટી, શાકભાજી-ફળફળાદિની દુકાનો અને શેરી-મહોલ્લા, સોસાયટીમાં ફરીને લારી પર શાકભાજી-ફળોના વેચાણ માટે સવારના 06.00 કલાકથી બપોરના 14.00 કલાકનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. જ્યારે શાકભાજીના જથ્થાબંધ વેપારીઓ (એ.પી.એમ.સી.)ના વેપારીઓ સવારે 04.00 કલાકથી 11.00 કલાક સુધી વેચાણ કરી શકશે. આ પ્રમાણે ફાળવેલ સમય પ્રમાણે જ દુકાનો ખોલવાની અને કાર્યરત રાખવાની રહેશે. સૂચનાનો ભંગ કરનાર બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here