નર્મદા : નર્મદા જિલ્લાના આમલેથા પાસેના મયાસી ગામે એક જ પરિવારના 3 સદસ્યો નોવેલ કોરોના વાયરસનાના ભરડામાં સપડાયા

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

વધુ ૩ પોઝિટીવ કેસ નોંધાતા રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળ કુલ 5 દર્દીઓ

નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા પહોંચી 18 ઉપર…

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૧૩ સેમ્પલ પૈકી ૩ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા જ્યારે ૧૦ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૩૧ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૬,૩૭૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૨૭ જેટલા જરૂરિયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી તા. ૨૫ મી મે, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૧૩ સેમ્પલ પૈકી ૩ સેમ્પલના રીપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મયાશી ગામના એકજ પરિવારના ત્રણ સદસ્યોના કોરોના ટેસ્ટીંગ રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો.
મળતી માહિતી અનુસાર તા-21 મી મે,ના રોજ રાજપીપળા પાસેના આમલેથા ગામ પાસે આવેલા મયાસી ગામ ખાતેથી એક 10 વર્ષીય બાળકનો કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. ત્યારે આ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમા પ્રફુલભાઇ.પી.પટેલ ૩૭ વર્ષના પુરૂષ અને અનસૂયાબેન પ્રફુલભાઇ પટેલ ૨૯ વર્ષના મહિલા તેમજ કૃણાલભાઇ પ્રફુલભાઇ પટેલ 11 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મયાસી ગામમાથી મળી આવેલ આ તમામ કોરોના પોઝિટિવ દર્દી 21 મી તારીખે મળી આવેલ પોઝિટિવ દર્દી સાગર વસાવાના સંપર્કમા આવ્યા હતા અને પોતે પણ સંક્રમિત થયા હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા-૫ છે. જેઓ રાજપીપળા ખાતે કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જયારે જીલ્લામા આજ સુધી 18 પોઝિટિવ કેસો નોધાઇ ચુક્યા છે. તદઉપરાંત આજે ૩૧ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. અને 56375 લોકોનુ આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યુ હતુ.

મયાસી ખાતેથી કોરોના પોઝિટિવ કેસોની અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી…,રેડ ઝોનમાથી આવનાર સામે નર્મદા તંત્રે લાલ આખ કરવી પડશે..

નર્મદા જિલ્લાના રાજપીપળા આમલેથા પાસેના મયાસી ગામ ખાતેથી કુલ 4 કેસો મળી આવ્યા છે, આ તમામ કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ 10 વર્ષીય સાગર વસાવાનો કેસ પોઝિટિવ કેસ મળી આવ્યો હતો. ત્યાર બાદ ગતરોજ બીજા એક જ પરિવારના 3 સદસ્યો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. લોકડાઉનમા થોડી ઢીલ અપાતા રેડ ઝોનમાથી લોકો રાજપીપળા તરફ આવી રહયા છે આ બાબતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાળજી રખાય એ ખુબજ ઇચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here