પાલનપુર અને ડીસા શહેરમાં રાત્રિ કરફ્યુંને અનુલક્ષી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પાલનપુર અને ડીસા શહેરમાં ૧૮ મી મે સુધી રાત્રિ કરફ્યું લંબાવાયો

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ને ડબ્લયુ.એચ.ઓ દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચના તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ મંત્રાલય, ભારત સરકારના તા.૨૯/૦૪/૨૦૨૧ ના હુકમ થી કોરોના સંક્રમણને રોકવા અઘતન સૂચનાઓ આપવામાં આવેલ છે. રાજ્યમાં કોવિડ-૧૯ ના સંક્રમણની બાબતને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા.૦૪/૦૫/૨૦૨૧ ના હુકમ થી રાજયના ૩૬ શહેરોમાં રાત્રી કર્યું અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવેલ છે. રાજયમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરતાં પુખ્ત વિચારણાને અંતે ગૃહ વિભાગના તા.૦૪/૦૫/૨૦૨૧ ના હુકમથી રાજયના ૩૬ શહેરોમાં લાગુ કરવામાં આવેલ રાત્રી કરફ્યું તથા નિયંત્રણો મુકવામાં આવેલ છે. જે ૩૬ શહેરોમાં રાત્રી કરફ્યું તેમજ નિયંત્રણો સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ તા.૧૧/૦૫/૨૦૨૧ થી તા.૧૨/૦૫/૨૦૨૧ ના રાત્રીના ૨૦:૦૦ કલાકથી તા.૧૮/૦૫/૨૦૨૧ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જે મુજબ અત્રેના જિલ્લાના પાલનપુર શહેર તથા ડીસા શહેરનો સમાવેશ થયેલ હોય પાલનપુર શહેર અને ડીસા શહેર માટેના નિર્દેશો બહાર પાડવા ઉચિત જણાય છે.
શ્રી આનંદ પટેલ, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ એકટની કલમ-૪૩, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબ ના નિર્દેશોનું પાલન કરવા ફરમાવાયું છે.
(૧) રાત્રિ કરફ્યુંના સમયગાળા દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.
(૧) બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
(૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ એસ.ટી. કે સીટી બસની ટીકીટ રજૂ કર્યાથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૩) રાત્રીના કરફ્યુંના સમયગાળા દરમ્યાન લગ્ન યોજી શકાશે નહીં.
(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યાથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યાથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
(૭) તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૨) કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લેતા પાલનપુર શહેર તથા ડીસા શહેરમાં નીચે મુજબના નિયંત્રણો મુકવામાં આવે છે.
A. તમામ આર્થિક/વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ (ટેક અવેય સર્વિસ સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્લેક્સ, અઠવાડીક ગુજરી બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, “સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિર્મીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ્સ તથા કોમર્શિયલ કોમલેક્ષ બંધ રહેશે.
B. તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એ.પી.એમ.સી.માં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ–૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
c. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.
D.અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
E.સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફાયનાન્સ ટેક સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ./સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈસ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.
F. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. G.પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.
H. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
I. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
(૩) આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા/પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે.
(1) કોવિડ–૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
(2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ
(3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
(4) ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
(5) શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે.
(6) કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની તમામ ઓનલાઈન સેવાઓ.
(7) અનાજ તથા મસાલા દળવાની ઘંટી
(8) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ/રેસ્ટોરન્ટમાંથી ટેક અવેય ફેસીલીટી આપતી સેવાઓ.
(9) ઈન્ટરનેટ, ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સ/આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
(10) પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
(11) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./ સી.એન.જી./ પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
(12) પોસ્ટ અને કુરીયર સર્વિસ
(13) ખાનગી સિક્યુરીટી સેવા
(14) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ
(15) કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
(16) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
(17) આંતરરાજ્ય, આંતર જિલ્લા અને આંતર શહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
(18) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ–૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(19) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન કોવિડ–૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
(૪) આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
(૫) તમામે ફેસ વર , માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
સરકારી કામગીરી માટે જરૂરત હોય તે સેવા, પ્રવૃતિની કામગીરી સાથે સંકળાયેલ વ્યકિતઓ અને સરકારી ફરજ ઉપરના પોલીસ સહિતના તમામ કર્મચારી,અધિકારીઓને લાગુ પડશે નહી. આ જાહેરનામુ તા. ૧૨/૦૫/૨૦૨૧ થી તા.૧૮/૦૫/૨૦૨૧ સુધી (બંને દિવસો સહિત) સમગ્ર પાલનપુર શહેર તથા ડીસા શહેર વિસ્તારમાં લાગુ પડશે.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક, ૧૮૮ તથા ગુ.પો.અધિ.ક.૧૩૭ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here