પંચમહાલ : વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગોધરા ખાતે ચૂંટણીલક્ષી તાલીમ યોજાઇ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ નજીકના સમયમાં યોજાનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને પંચમહાલ કલેકટરશ્રી સુજલ મયાત્રાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સજ્જ બની રહ્યું છે. ગોધરા સ્થિત બી.આર.જી.એફ હોલ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી નેહા ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયાની ઉપસ્થિતીમાં
વિધાનસભાની સામાન્ય ચૂંટણી તટસ્થ, મુક્ત અને ન્યાયી માહોલમાં યોજાય તે માટેનું સઘન આયોજન કરી ચૂંટણીલક્ષી કામગીરીમાં નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીથી માહિતગાર કરવાના ભાગરૂપે તાલીમ યોજાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને પ્રેઝન્ટેશનના રૂપે વિવિધ ચૂંટણીલક્ષી માહિતી અપાઈ હતી. જેમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અન્વયે નિમણૂક આપેલ ફ્લાઈંગ સ્કવોડ ટીમ, સ્ટેટિંક સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો નિરીક્ષક ટીમ, એકાઉન્ટિંગ ટીમ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ ટીમ સહિતની કામગીરી અંગે માહિતી અપાઈ હતી.
આ તાલીમ કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને આદર્શ આચારસંહિતાનું ચુસ્ત અમલીકરણ, ખર્ચ નિયંત્રણ અને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા અંગે તાલીમ આપી સજ્જ કરાયા હતા. આ પ્રસંગે જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here