પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગરમાં કડાકા ભડાકા સાથે કમોસામી વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતામાં…

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ… 27 તારીખ સુધી વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી હતી..

આજરોજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથીજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારબાદ કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા જનજીવન ખોરવાયુ….

મળતી વિગતો મુજબ
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી સૂચના મુજબ, હવામાન ખાતા દ્વારા તા. ૨૪ નવેમ્બર થી.૨૭ નવેમ્બર ૨૦૨૩ દરમિયાન પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, સાથે સાથે જિલ્લા પ્રસાસન દ્વારા ખુલ્લામાં રહેલી ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને પરિવહન દરમિયાન કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વરસાદના કારણે નુકશાની ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા તેમજ તકેદારીના પગલા લેવા માટે ડિઝાસ્ટર મામલતદારશ્રી દ્વારા એક અખબારી યાદી જાહેર કરવામાં આવી હતી..

જેને અનુરૂપ આજ રોજ વહેલી સવારથી જ પંચમહાલ જિલ્લા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાદળછાયું વાર્તાવરણ જોવા મળ્યું હતું અને 11 વાગ્યા પછી ચોમાસાને શરમાવે એવું કમોસમી વરસાદ પડ્યો હતો.. જેના કારણે શિયાળાના પાકની તૈયારી કરી વાવણી કરી ચૂકેલા ખેડૂતો ભારે ચિંતામાં સરી પડ્યા હતા.. ધરતીપુત્રોની બીજ વાવણી તેમજ ખાતર અને દવા છંટકાવ સહિતની મહેનત પાણીમાં વહી ગઈ હતી.. પોતાના ખુન પસીનાની મહેનતનું અણધાર્યું નુકશાન જીવંત આંખે જોનાર ખેડૂતોના આંશુ લુછવા હવે કોણ આવશે એ જોવું રહ્યું…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here