ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા યુઆઈડીએઆઈના રજિસ્ટ્રાર તરીકે આધાર માટે મોબાઇલ અપડેટ સેવા શરૂ કરવામાં આવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી)એ જાહેરાત કરી કે તેણે ભારતની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી (યુઆઈડીએઆઈ)ના રજિસ્ટ્રાર તરીકે આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવા માટે સેવા શરૂ કરી છે. હવે નિવાસી આધારધારક તેના મોબાઇલ નંબરને તેના ઘર આંગણે પોસ્ટમેન દ્વારા આધારમાં અપડેટ કરી શકે છે. આ સેવા 650 આઈપીપીબી શાખાઓના વિસ્તૃત નેટવર્ક અને સ્માર્ટફોન અને બાયોમેટ્રિક ઉપકરણોથી સજ્જ 1,46,000 પોસ્ટમેન અને ગ્રામીણ ડાકસેવક દ્વારા ઉપલબ્ધ થશે.

આધાર મોબાઇલ નંબર અપડેટ કરીને લાભાર્થીની ઓળખ વિવિધ સેવાઓ માટે આધાર ઓટીપી દ્વારા કરી શકાય છે જેમકે સરકારી પીડીએસ / ડીબીટી યોજનાઓ માટે નોંધણી, એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના હેઠળ રાશન મેળવવું,નવા મોબાઇલ સિમ કનેક્શન માટે કેવાયસી, આધાર કાર્ડ વિગતોને ઓનલાઇન અપડેટ કરવા, ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આરટીઓ સેવાઓનો વપરાશ, આવકવેરા રીટર્નની ચકાસણી અને ઇપીએફઓ ને લગતી સેવાઓ વગેરે.
સીઈએલસી સેવાઓ હેઠળ, નાગરિકો મોબાઇલ નંબર ઉમેરી/અપડેટ કરાવી શકે છે તેમજ 5 વર્ષથી નીચેના બાળકોના આધાર માટે નોંધણી કરાવી શકે છે. હાલમાં, આઈપીપીબી ફક્ત મોબાઇલ અપડેટ સેવા પ્રદાન કરી રહી છે અને ખૂબજ ટૂંકસમયમાં તેના નેટવર્ક દ્વારા બાળકોના આધાર નોંધણી સેવાને પણ સક્ષમ કરશે.
મોબાઈલ અપડેટ સર્વિસના લોકાર્પણ સમયે, શ્રી જે વેંકટ્રામુ, એમડી અને સીઈઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે કહ્યુંકે, “આધાર દ્વારા સરકાર કરોડો લોકો સુધી પહોંચવામાં અને વિવિધ યોજનાઓ જેમ કે એલપીજી-પહેલ,MGNREGA વગેરે હેઠળ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરસીધા લાભાર્થીનાબેંક ખાતામાં પહોંચાડવા માટે સક્ષમ છેઉપરાંતપાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇપીએફઓ અને સહાયક રાશન જેવી અન્ય ઘણી સેવાઓ સાથે આધાર કાર્ડના જોડાણ માટેઆધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવોએ જરૂરિયાત તેમજઉપયોગિતા અને સુરક્ષાના દ્રષ્ટિકોણથી તમામ નાગરિકો માટે મહત્વપૂર્ણ બની ગયું છે.પોસ્ટ ઓફિસોના સર્વવ્યાપક અને સુલભ નેટવર્ક દ્વારાપોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો યુઆઈડીએઆઇની મોબાઇલ અપડેટ સેવા અનબેન્કડ તેમજ અંડરબેન્કડ વિસ્તારો સુધી પહોંચાડી આઈપીપીબીનાડિજિટલ સેવાઓના વિઝનને સાકાર કરવામાં મદદ કરશે.
યુઆઈડીએઆઈના સીઇઓ ડો.સૌરભ ગર્ગે જણાવ્યું હતું કે યુઆઈડીએઆઈ દ્વારા આધાર સંબંધિત સેવાઓ સરળ બનાવવાના તેમના સતત પ્રયત્નોમાં આઈપીપીબી દ્વારા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા મોબાઈલ અપડેટ સેવાશરૂ કરવામાં આવી છે. એકવારઆધારમાં મોબાઇલ નંબર અપડેટથયાપછી, દરેક આધાર ધારક યુઆઈડીએઆઈ ની ઘણી ઓનલાઇન અપડેટ સુવિધાઓ અને સરકારની અનેક કલ્યાણકારી સેવાઓનો લાભ મેળવી શકે છે. ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકો માટે બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો વપરાશ ઓછો છે અથવા નથી, આધારમાં મોબાઇલ નંબર અપડેટ સેવા પોસ્ટ્સ અને આઈપીપીબી વિભાગની અન્ય નોંધપાત્ર ગ્રાહક કેન્દ્રિત પહેલ છે. પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો એવા લોકોના મોબાઇલ નંબરને અપડેટ કરવામાં સમર્થ હશે જેમને આસપાસમાં આધાર નોંધણી કેન્દ્ર નથી.” એમ શ્રી બી.પી. સારંગી , ચીફપોસ્ટમાસ્ટરજનરલ, ગુજરાત સર્કલ, પોસ્ટ્ વિભાગએ જણાવ્યુંહતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here