પંચમહાલ જિલ્લામાં યુઆઈડીની કામગીરી માટે 11 માસના કરાર આધારિત કર્મચારીને નિમણૂંક કરવાના હોવાની જાહેરાત…

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

નાયબ મામલતદાર/સમકક્ષ પગાર ધોરણ ધરાવતા સંવર્ગના કર્મચારીને કરાર આધારિત નિમણૂંક

પંચમહાલ જિલ્લાના નિવાસી અધિક ક્લેક્ટર શ્રી મહેન્દ્ર એલ. નલવાયાની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં યુનિક આઈડેન્ટીફિકેશન અમલીકરણ કાર્યક્રમ અંતર્ગત યુઆઈડીની કામગીરી માટે નાયબ મામલતદાર/સમકક્ષ પગાર ધોરણ ધરાવતા સંવર્ગના અન્ય ખાતાના કર્મચારીને કરાર આધારિત 11 માસના ધોરણે નિમણૂંક આપવામાં આવશે. તે માટે નિવૃત નાયબ મામલતદાર/સમકક્ષ પગાર ધોરણ ધરાવતા સંવર્ગના અન્ય ખાતાના કર્મચારી કે 61 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા તેવા નિવૃત કર્મચારીઓ અરજી કરી શકશે. આ નિમણૂંક 11 માસના કરાર આધારિત રહેશે. સેવાઓ સંતોષકારક ન જણાયે 11 માસ પહેલા પણ કરાર આધારિત નિમણૂંકનો અંત લાવી શકાશે. નિમણૂંક માટે છેલ્લા પગારના 60 ટકા લેખે તેમને વેતન ચૂકવવામાં આવશે. નિમણૂંકના સમયગાળા દરમિયાન તેમને અન્ય કોઈપણ જાતના ભથ્થા કે વેતનમાં પણ કોઈ પ્રકારનો વધારો મળવાપાત્ર નથી. તેમજ વર્ષ દરમિયાન 12 પરચૂરણ રજા મળવાપાત્ર થશે. તેઓને ગુજરાત સિવિલ સર્વિસીસ (કન્ડક્ટ રૂલ્સ) 1971માં ઠરાવેલ બાબતો બંધનકર્તા રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here