જિલ્લા પંચાયત પ્રમુખના અઘ્યક્ષસ્થાને વેજલપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

કાલોલ, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

શાળા પ્રવેશોત્સવનો પ્રથમ દિવસ:ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની, પંચમહાલ જિલ્લો

આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ ૧માં કુલ ૨૨ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો

આજ રોજ કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે.આ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં ૧૫૨ રૂટો પર વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી,બાલવાટિકા અને શાળાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર પ્રાથમિક શાળા ખાતેથી પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ ૧ માં કુલ ૨૨ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ તકે મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા.શાળામાં વૃક્ષારોપણ સહિત એસ.એમ.સી કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, ગામના સરપંચશ્રી,એસ.એમ.સી સમિતિના સભ્યશ્રીઓ સહિત ગ્રામ્ય લોકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here