કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ૨૫મી ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જરૂરી સાધનિક કાગળો સહિતની અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ ખેતીવાડી કચેરીએ પહોંચાડવી

જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત કૃષિ ઉત્પાદનના પરિવહન માટે મિડિયમ સાઈઝના ગુડ્સ કેરેજ સાધનની ખરીદી માટે સહાય મેળવવા આઇ-ખેડૂત પોર્ટલ ઉપર તારીખ ૨૫મી ડિસેમ્બર, ૨૦૨૦ સુધી ઓનલાઇન અરજીઓ કરી શકાશે. ઓનલાઇન કરેલી અરજીની પ્રિન્ટ સાથે ૭-૧૨/૮અ, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ જેવા જરૂરી સાધનિક કાગળો સહિતની અરજીની નકલ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ ખેતીવાડી કચેરીએ પહોંચાડવાની રહેશે. પંચમહાલ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અગાઉ જે ખેડૂતોને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને તેની મુદત પૂર્ણ થયેલ છે તેવા ખેડૂતો પોતાના સાધનની ખરીદી ૧૫/૦૧/૨૦૨૧ સુધી કરી જરૂરી સાધનિક કાગળો સાથે કેસ પેપર રજૂ કરવા પણ યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here