નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૫ સહિત કુલ ૧૧ પોઝિટિવ કેસ નોંધાયા જીલ્લામા 889 પોઝિટિવ કેસ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળાના રાજેન્દ્રનગર સોસાયટી,ચિત્રકુટ સોસાયટી માથી એક એક કોરોના પોઝિટિવ કેસો નોધાયા

રોયલ સનસીટિ વડિયા, રાજપરા, કરાઠા, નાના હેડવા, લાછરસ, પ્રતાપનગર, થરી, અણીજરા, ભાદરવા ખાતેથી એક એક કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૫ (પાંચ)દર્દીઅો અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ (પાંચ) દર્દીઓને આજે રજા અપાઈ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ ૨૨ દર્દીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૨૫ દર્દીઓ અને વડોદરા ખાતે ૨ દર્દીઓ તેમજ હોમ આઇસોલેશનમા ૯ દર્દીઓ સહિત કુલ-૫૮ દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૩,૨૫૬ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૬૯ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ. કશ્યપ તરફથી આજે તા. ૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૫ (પાંચ) સહિત કુલ-૧૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૫૧૬ એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૩૩૭ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૩૬ દર્દીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૮૮૯ નોંધાવા પામી છે.

આજરોજ રાજપીપળામા બે કેસો નોધાયા હતા જેમા રાજેન્દ્ર નગર સોસાયટી અને ચિત્રકુટ સોસાયટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જીલ્લાના રોયલ સનસીટિ વડિયા, રાજપરા, કરાઠા, નાના હેડવા, લાછરસ, પ્રતાપનગર, થરી, અણીજરા, ભાદરવા ખાતેથી એક એક કોરોના પોઝિટિવ કેસો નોધાયા હતા.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૫ (પાંચ) દર્દીઅો અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૫ (પાંચ) દર્દીઓને આજે રજા અપાતા, જિલ્લામાં આજદિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૨૯ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૪૦૨ દર્દીઓ સહિત કુલ-૮૩૧ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૨ દર્દીઓ અને હોમ આઇસોલેશનમા ૯ દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૨૨ દર્દીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે ૨૫ દર્દીઓ સહિત કુલ-૫૮ દર્દીઓ સારવાર હેઠળ છે.

આજે RTPCR ટેસ્ટમાં ૨૨, ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૫૨૯ સહિત કુલ-૫૫૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૩, ૨૫૬ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૧૩ દર્દીઓ, તાવના ૨૫ દર્દીઓ, ઝાડાના ૩૧ દર્દીઓ સહિત કુલ-૬૯ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૯,૬૯,૮૮૬ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૭,૬૦,૨૨૫ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here