કાલોલ તાલુકામાં મનરેગાના બોગસ લાભાર્થી ઉભા કરવાનું કૌભાંડ ? ડેરોલ પંથકમાં સરપંચોના પરિવારજનો લાભાર્થીના લિસ્ટમાં આવતા ચકચાર

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ જરૂરિયાત મંદ શ્રમજીવી ગરીબ માણસોને પોતાના ઘર નજીક જ ચોક્કસ દિવસો સુધી કામ મળી રહે તેવા શુભ હેતુથી આ યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો ત્યારે સરકારની યોજનાઓ તો સારી હોય છે પરંતુ તેનો લાભ જેને મળવા પાત્ર હોય તેને ખરેખર મળે છે કે કેમ સરપંચ અને તલાટી તથા બીજા અધિકારીઓની મિલીભગતથી મનરેગા યોજનાના સાચા લાભાર્થીઓને બદલે બોગસ લાભાર્થી ઉભા કરી તેઓના મનરેગા જોબકાર્ડ ઉભા કરી દેવામાં આવ્યા હોય તેવા બનાવો કાલોલ તાલુકાના ડેરોલ પંથકમાં બનતા હડકંપ મચી જવા પામેલ કાલોલ તાલુકાના ડેરોલ પંથકમાં વર્ષ 2018 ના સરપંચ ના ઘરના સભ્યોના નામે મનરેગા જોબ કાર્ડ બનાવવામાં આવતા અને આ જોબ કાર્ડ સોશિયલ મીડિયામાં ફરતા થતાં સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામેલ છે એક તરફ જરૂરિયાત મંદ અને લાભાર્થીઓ કામ વગર ભટકી રહ્યા છે અને બીજી તરફ ખોટા માણસોને બારોબાર લાભ અપાવવા નું સુનિયોજિત ષડયંત્ર છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે કાલોલના ડેરોલ સ્ટેશન વિસ્તારના સરપંચના કુટુંબીજનોના મનરેગાના બોગસ કાર્ડ ના આધારે મનરેગા ના ખાતામાં જમા થયા છે કે કેમ? તેની તલસ્પર્શી તપાસ થાય તો ઘણું બધુ પોલંપોલ બહાર આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે આ બાબતે ડેરોલ સ્ટેશન ના સરપંચ ભરતભાઈ બ્રહ્મભટ્ટ નો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેમની પંચાયતમાં મનરેગા નું કોઈ કામ થયું નથી સ્મશાનની ઝાડી ઝાંખરા સાફ કરાવી અને એક કિલોમીટરનો કાચ તોડ્યા તે સિવાય આજ દિન સુધી કોઈ કામ કરાવ્યું નથી વધુમાં જોબકાર્ડ પેટે કેટલા દિવસનું દાઢીયા પત્રક ભર્યુ છે કે કેમ કોના ખાતે પૈસા જમા થયા છે ? તેની ખાતરી કરવા નું સૂચન કરી આક્ષેપોને રદીયો આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here