પંચમહાલ : જિલ્લામાં ચૂંટણી જાહેર થયેથી ચૂંટણી પરિણામ સુધી જાહેરમાં હથિયારો પ્રદર્શિત નહિ કરી શકાય

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને લઈને પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટે દ્વારા જાહેરનામું બહાર પડાયું

ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડીયા,નવી દિલ્હીના પત્રથી ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને જાહેર સુલેહ શાંતિ યોગ્ય રીતે જળવાય અને મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે સંપન્ન થાય તે હેતુથી જાહેરમાં ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે ચૂંટણી જાહેર થયેથી ચૂંટણી પરિણામ જાહેર થતાં સુધી લાયસન્સવાળા હથિયારો જાહેરમાં લઈને જવા ઉપર પ્રતિબંધ લાદવા તથા અન્ય હથિયારો તિક્ષ્ણ અને મારક હથિયારો જેવા કે, તલવાર, ભાલા, તીર કામઠા વિગેરે હથિયારો જાહેરમાં પ્રદર્શિત ન કરવા સૂચના આપવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ને લક્ષમાં લઈ જાહેર શાંતિ અને સલામતિ જાળવવા પગલાં લેવા જરૂરી છે તેમજ પંચમહાલ જિલ્લામાં કોઈપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચૂંટણી જાહેર થયેથી ચૂંટણી પરિણામ જાહેર થતાં સુધી લાયસન્સવાળા હથિયારો જાહેરમાં લઈને જવા ઉપર પ્રતિબંધ લાદવા તથા અન્ય હથિયારો તિક્ષ્ણ અને મારક હથિયારો જેવા કે, તલવાર, ભાલા, તીરકામઠા વિગેરે હથિયારો જાહેરમાં પ્રદર્શિત ન કરવા જરૂરી જણાય છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,પંચમહાલ ગોધરા,પંચમહાલ જિલ્લાની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૧૬/૦૩/૨૦૨૪ કલાક: ૦૦-૦૦ થી તા.૦૬/૦૬/૨૦૨૪ કલાક: ૨૪-૦૦ સુધી લાયસન્સવાળા હથિયારો તથા અન્ય હથિયારો તિક્ષ્ણ અને મારક હથિયારો જેવા કે, તલવાર, ભાલા, તીરકામઠા વિગેરે જાહેરમાં પ્રદર્શિત ન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here