રાજકીય પક્ષો/અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો, સમર્થકો સાથે ૦૫ (પાંચ) થી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારીની કચેરીમાં જઈ શકશે નહિ તે અંગેનું જાહેરનામું

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે પંચમહાલ જિલ્લામાં ૧૮-પંચમહાલ સંસદીય મતવિસ્તારના તમામ વિધાનસભા મતવિભાગના નિયુક્ત કરવામાં આવેલ ચૂંટણી અધિકારીશ્રી/અધિકૃત કરેલ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના અનુસંધાને તા.૧૨/૦૪/૨૦૨૪ થી તા.૧૯/૦૪/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન ઉમેદવારી પત્રો નિયત કરેલ કચેરીના સ્થળોએ ઉમેદવાર દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરતી વેળાએ કોઈપણ પ્રકારની જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ સુચનાઓને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, પંચમહાલ,ગોધરા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.

ક્રિમીનલ પ્રીસીજર કોડ ૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ ઉમદવારી પત્ર રજુ કરવા સમયે તા.૧૨/૦૪/૨૦૨૪ થી તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા મત વિભાગના નિયુક્ત કરવામાં આવેલ ચૂંટણી અધિકારીશ્રી/અધિકૃત કરેલ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીના ઉમેદવારી પત્રો રજુ કરવા માટેના નિયત કરવામાં આવેલ કચેરીના સ્થળો ખાતે ઉમેદવાર તથા અન્ય ૪(ચાર) કરતા વધારે ટેકેદારો સાથે પ્રવેશ કરવા ઉપર તેમજ ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં ૦૩ (ત્રણ) કરતા વધારે વાહન સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સામે ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here