ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં ભંડોઈ પ્રાથમિક શાળા,મોરવા હડફ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ

મોરવા (હ) (પંચમહાલ) ઈશહાક રાંટા :-

શાળા પ્રવેશોત્સવનો બીજો દિવસ:ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની..

આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ-૧ના કુલ ૨૩ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો

આજ રોજ કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના બીજા દિવસે પંચમહાલ જિલ્લાની શાળાઓ ખાતે વિવિધ મહાનુભાવો દ્વારા આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ ૧ના ભૂલકાઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લાના મોરવા હડફ તાલુકાની ભંડોઈ પ્રાથમિક શાળા ખાતેથી મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧માં કુલ ૨૩ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થકી કરાઈ હતી. શાળામાં વૃક્ષારોપણ કરીને એસ.એમ.સી કમિટીની બેઠક પણ યોજાઈ હતી.
શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી મહોત્સવ કાર્યક્રમ વખતે તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ,ગામના સરપંચ અને ડે.સરપંચશ્રી,એસ.એમ.સી.કમિટીના અધ્યક્ષ અને સભ્યશ્રીઓ,આચાર્યશ્રી,શિક્ષણગણ,લાઇઝન અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં ગ્રામલોકો અને બાળકો હાજર રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here