પંચમહાલ : ખરેડીયા ગામે પાસે ગમખ્વાર અકસ્માત, બાઈક પર સવાર લાભી ગામના બે યુવાનોના કરુણ મોત… પરિવારમાં માતમ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરાથી રેણા મોરવા જતા માર્ગ પર ખરેડીયા પાસે મોડી રાત્રે બાઈક પર ત્રણ સવારી કરીને જતા યુવાનોને અકસ્માત નડયો હતો.,સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાઈક ડિવાઈડર સાથે અથડાતા બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા.જ્યારે અન્ય એકને હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.યુવાનોના મોતના પગલે લાભી ગામમા શોકનો માહોલ વ્યાપી ગયો છે.

શહેરા તાલુકાના ખરેડીયા પાસે મોડી રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની છે.જેમા બાઈક ડીવાઇડર સાથેાઅથડાતા બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત થયા છે,એક ઇજાગ્રસ્ત થવા પામ્યો છે.મોતને ભેટનાર યુવાનો શહેરા તાલુકાના લાભી ગામના વિજય પગી અને હિતેશ પગી હોવાનુ જાણાવા મળ્યુ છે. તેમજ ઇજાગ્રસ્ત થયેલ યુવાન વાટાવછોડા ગામનો હોવાનુ જાણવા મળ્યુ છે,અકસ્માતની જાણ થતા પોલીસ બનાવ સ્થળે પહોચી હતા.યુવાનોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવી છે.યુવાનો નવરાત્રી જોવા જતા હોવાની પ્રાથમિક માહીતી મળી છે.અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.યુવાનોના મોતને પગલે પરિવાર અને લાભી ગામમા શોકનો માહોલ છવાઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here