કરજણ જળાશય યોજનાની હાઇ લેવલ રિચાર્જ કેનાલ માટે જમીનો સંપાદન કર્યા વિનાજ કેનાલ બનાવવામાં આવી હોવાનો આદિવાસી ખેડૂતોનો આરોપ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શિડ્યુલ એરિયા માં પેસા એક્ટ હેઠળ જમીન ખાતેદારો ની સંમતિ કેમ ના લેવામાં આવી ના આદિવાસીઓ એ પ્રશ્નો ઉઠાવ્યા

સંપાદન કરેલ જમીન અંગે મુખ્યમંત્રી અને કલેક્ટર સુધી ની રજુઆતો છતાં આજદિન સુધી ખેડૂતો વળતર ની રકમ થી વંચિત !!!

જો વળતર ની રકમ નહી ચુકવાય તો વિધાનસભા ની ચૂંટણી માં મતદાન ના બહિષ્કાર ની ચિમકી સાથે નર્મદા કલેકટર ને આવેદનપત્ર અપાયુ

રાજપીપળા પાસે ના કરજણ ડેમ ખાતે થી જમણા કાંઠા વિસ્તારના ગામોમાં લોકો ને સિંચાઇ માટે પીવા માટે પાણી ઉપલબ્ધ થાય એ માટે સરકાર દ્વારા કરજણ જળાશય યોજના ની હાઇ લેવલ રિચાર્જ કેનાલ માટે ની કામગીરી કરવમાં આવેલ છે જે માટે ખેડૂતો ની જમીનો માંથી કેનાલ ની કામગીરી કરી કેનાલ પસાર કરેલ છે ત્યારે કેટલાક આદિવાસી ગામો ના ખેડૂતો એ પોતાને આજદિન સુધી જમીન નાં વળતર પેટે કોઈ નાણાં ના મળ્યા હોવાનાં આરોપ સહિત જમીન સંપાદન પણ પેસા ના કાયદાઓ નું ઉલ્લંઘન કરીને કરાયો હોવાનો અરોપ લગાવી આજરોજ નર્મદા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યુ હતું.

આવેનપત્રમાં માં જણાવ્યા અનુસાર કરજણ જળાશય યોજના ની જમણા કાંઠા વિસ્તારમાં બનાવેલ હાઇ લેવલ રિચાર્જ કેનાલ સાકવા , જુનવડ, સમારિયા,ઉમરવા જોષીવાળું, મોટાં આંબા, જીતઘડ, વેલચંડી, વાવડી, ગોરા, ભિલવાસી, જેવા ગામો માથી પસાર થાય છે, પરંતું જમીન સંપાદન ની કાયૅવાહી આજદિન સુધી કરવામા આવી નથી!!! આ ગામો માથી પસાર થતી કેનાલ બનાવવા માટે ગેર કાયદેસર રીતે પેસા એક્ટ હેઠળ શિડયુલ એરિયા માં કોઈ પણ આદિવાસી ખેડુત ની જમીન સંપાદન કરતા પહેલા તેની સંમતિ લેવી જોઇએ જે લેવામાં આવી નથી. વર્ષો થી કેનાલ ની કામગીરી હાથ ધરવામાં આવી પરંતું હજુ સુધી જમીન સંપાદન ની કોઈજ વળતર પેટે રકમ પણ આદિવાસી ખેડુત ને આપવામા આવી નથી, ના આરોપ આવેદન પત્રમાં લગાવવામાં આવ્યા છે,અને આ મામલે મુખ્યમંત્રી ના સ્વાગત ઓન લાઈન કાર્યક્ર્મ માં નર્મદા કલેક્ટર કચેરી મા વર્ષ 2020 થી આજ સુધી ચાર પાંચ વાર ફરીયાદો છતાં આજદિન સુધી વળતર પેટે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

હવે ખેડૂતો પ્રશ્ન ઊભો કરી રહ્યા છે કે આ તમામ જમીનો જે માંથી કેનાલ બનાવી તેના રિપોર્ટ જવાબદાર અધકારીઓ એ મોકલ્યા કે નહિ ?? જમીનો માં સંપાદન કર્યે અગિયાર વર્ષ નો લાંબો સમય થયો સંપાદન અઘિકારી કેમ કોઈ કાર્યવાહિ વળતર આંગે કરતા નથી?? મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા પણ પત્રો લખ્યા છે નર્મદા કલેક્ટર ને તાકીદ કરવામાં આવી છે પણ સમસ્યા જસ ની તસ છે,હવે આ વિસ્તારના લોકો એ આવનાર વિધાનસભા ની ચુંટણીમાં પોતાનાં મતદાન ના બહિષ્કાર ની ચિમકી નર્મદા વહિવટી તંત્ર ને આપી છે, જોવું રહ્યું કે આ સમશ્યા હવે ક્યારે ઉકલે છે, કે પછી જસ ની તસ જ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here