પંચમહાલ કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને પ્રિ- મોન્સુન બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારના પ્રશ્નો બાબતે સૌકોઈએ સાથે મળીને ઉકેલ લાવવા સૂચનો કરાયા

પંચમહાલ કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી ખાતે પ્રિ- મોન્સુન બેઠક ૨૦૨૩-૨૪ યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ પ્રિ- મોન્સુનની કામગીરી વેગવંતી બનાવવા,સફાઈ કામગીરી,લટકતા વાયરોને દૂર કરવા, વૃક્ષો ટ્રીમીંગ કરવા,ગટરની સફાઈ કરવી, નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તેના નિકાલની વ્યવસ્થા જેવી બાબતોની સબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.

પંચમહાલ જિલ્લાના શહેર અને ગ્રામ્યની પ્રિ- મોન્સુનની તૈયારીઓના ભાગરૂપે નદીકાંઠાના લોકોને જરૂર જણાય ત્યારે સ્થળાંતર કરાવવાની સૂચના અપાઇ હતી.આ સાથે સબંધિત વિભાગોએ કઈ કઈ તૈયારીઓ કરી છે તેની વિગતો જિલ્લા કલેકટરશ્રીએ મેળવી હતી. જેમાં નગરપાલિકાની તૈયારીઓ,માર્ગ અને મકાન વિભાગની તૈયારીઓની સમીક્ષા કરાઇ હતી.

આ સાથે તાલુકા લેવલે મામલતદાર સહિતના અધિકારીઓને પોતાના વિસ્તારની વિઝીટ કરવા જણાવ્યું હતું તથા કોઈપણ પ્રકારના પ્રશ્ન બાબતે સૌ કોઈએ સાથે મળીને ઉકેલ લાવવા સૂચના અપાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,ડિઝાસ્ટર વિભાગના અધિકારીશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here