પંચમહાલમાં વ્યસનમુક્તિ તથા પર્યાવરણ રક્ષણ યજ્ઞ સભર નગરયાત્રા યોજાઈ તથા આગામી દિવસોમાં આવનાર બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને આશીર્વાદ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું સંત મંડળ સહિત પંચમહાલ જિલ્લાના અનેક ગામોમાં હોળાષ્ટક અવસરે વ્યસનમુક્તિ, વિશ્વશાંતિ, પર્યાવરણ રક્ષણ, ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તથા વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમમાં કીર્તન ભક્તિ, જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો તથા જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજના દિવ્ય આશીર્વાદનું શ્રવણ, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને આશીર્વાદ, મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ એકેડમીના ચીફ હિતેશભાઈ તથા મહિસાગર – પંચમહાલ જિલ્લાના ચીફ કોર્ડીનેટર મનજીત વિશ્વકર્માને દિલ્હી ખાતે સેફ ઈન્ડિયા હીરો પ્લસ એવોર્ડ એનાયત કર્યો હતો એ સેવાને બિરદાવી હતી, આઠ કરતાં વધુ તે તે ભજન મંડળીઓને ગણવેશ, હાર્મોનિયમ, તબલાં, ઢોલક વગેરે અર્પણ, ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતાઓને ટ્રોફી એનાયત વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા. આ પાવનકારી પ્રસંગે જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણનું આયોજન કરાયું હતું તથા માનવ સેવા અભિયાનનું પણ આયોજન કરાયું હતું તથા જિલ્લા પ્રમુખ તથા ઉપપ્રમુખ આદિ અધિકારશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.પંચમહાલ જિલ્લામાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ડુમેલાવ ગામમાં ભવ્ય અને દિવ્ય નગરયાત્રા પણ યોજાઈ. તેમજ વ્યસનમુકિત તથા પર્યાવરણ રક્ષણ યજ્ઞ પણ યોજાયો. આ અવસરે પરમ પૂજય આચાર્ય સ્વામીજી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે, ધન દ્રવ્યની શુદ્ધિ માટે તથા ધર્મનો દશાંશ કાઢનાર મનુષ્ય ક્યારેય દુઃખી થતો નથી.

આ દિવ્ય અવસરનો લાભ પંચમહાલ, દાહોદ, મહિસાગર વગેરે જિલ્લાના હરિભકતો તથા સ્થાનિક ગ્રામવાસીઓએ પરમ ઉલ્લાસભેર લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here