પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાં પ્રવચનમાં કાઠિયાવાડી લહેકો જોવા મળ્યો…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતીમાં સૌ લોકોને વેક્સીન તો લીધી છે ને ? તેમ પૂછી, આ રસી નિ:શુલ્ક મળી છે ને તેમ જાણી સૌ કોઈના ખબર અંતર પૂછ્યા
પ્રધાનમંત્રીશ્રીએ રાજકોટના એંગીનીરિંગ ઉધોગોને યાદ કરી વિશ્વ ભરમાં ઓટો પાર્ટ્સ પૂરું પાડતા ઉદ્યોગ સાહસિકોને બિરદાવ્યા હતા.
રાજકોટમાં બની રહેલી એઈમ્સ અને જામનગરની ટ્રેડીશનલ મેડીસીનનું વૈશ્વિક કેન્દ્રને ખાસ યાદ કરી બધાના આરોગ્યમાં કોઈ કચાશ નહી રહે તેવો ભરોસો આપ્યો
પ્રધાનમંત્રીશ્રીએ હસતા હસતા કહ્યું કે આ હોસ્પીટલ મે ખુલ્લી મૂકી છે પણ આ હોસ્પિટલ હંમેશા ખાલી રહે અને લોકો બીમાર ન પડે તેનો ખાસ ખ્યાલ રાખવો
ગુજરાતી કહેવત – ‘‘મોસાળમાં જમણવાર અને માં પીરસે’’ નો અર્થ તમે સૌ જાણતા જ હશો તેમ કહી પ્રધાનમત્રીશ્રીએ સાનમાં સમજાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here