રાજપીપળા પાસેના વીરપુર ગામે ઇન્દિરા આવાસ બનાવી ગ્રામજનોનો અવરજવરનો રસ્તો બંધ કરાતા કલેક્ટરને આવેદનપત્ર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા પાસેના વીરપુર ગામ ખાતે ના બામણ ફળિયા ખાતે વસવાટ કરતા 60 થી 70 જેટલા પરિવારજનો માટે અવર જવર નો રસ્તો બંધ થતા આજરોજ તેઓએ નર્મદા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ગામનો એક ઇસમ તેના માલિકી ની જગ્યા ની બાજુમાં આવેલ રસ્તા ની જગ્યા મા સરકારી આવાસ બનાવતો હોવાની રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કામકાજ અટકાવવાની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નાદોદ તાલુકાના રાજપીપળા પાસે આવેલ વીરપુર ગામ ખાતે રહેતા જગદીશભાઈ મનસુખભાઈ વસાવા ની માલિકી ની વાડા ની જગ્યા ની બહાર થી રસ્તો પસાર થતો હોય એ રસ્તા ઉપરથી વીરપુર ગામ ના બામણફળિયા ના 60 થી 70 જેટલા લોકો નિયમિત પણે વર્ષોથી પોતાના વાહનો સાથે અવરજવર કરતા આવ્યા છે , પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જગદીશભાઈ વસાવા એ તેની માલિકીની વાડા ની જગ્યામાં મંજૂર થયેલ સરકારી આવાસ બાંધવા માટે પાટા દોડતા જ રસ્તા માટેનો વાદવિવાદ ઉભો થયો છે. જમીન માલિકે રસ્તો બંધ કરતા બામણ ફળિયાના લોકોને પગપાળા સહિત પોતાના વાહનો સાથે અવરજવર માટે ગતિરોધ ઉભો થયો હોય અને અન્ય કોઈ જ માર્ગ અવરજવર માટેનો તેઓના ઘર તરફ જવા માટે ન હોય વીરપુર ગામના બામણ ફળિયાના 60 થી 70 જેટલા ઈસમો પોતાના ઘરેથી બહાર જવાનું બહારથી ઘરે આવવાનો તકલીફ વાળું થઈ ગયેલ હોય ને નર્મદા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા વ્યક્ત કરી આવાસ અન્યત્ર બનાવવાની માંગ કરી છે.

વીરપુર ગામના જગદીશ વસાવા તેમના માલિકીની જમીનની બાજુમાં અવર-જવરની જગ્યામાં આવાસ બાંધતા હોવાનો આરોપ ગ્રામજનોએ લગાવી પોતાની અવર જવર નો માર્ગ ખુલ્લો કરાવવાની માંગણી સાથે નર્મદા જિલ્લા કલેકટર કચેરીમાં આજરોજ આવેદનપત્ર પાઠવ્યો હતો ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જગદીશ વસાવા સાથે તેઓએ મૌખિક પણ રજૂઆત કરી હતી અને પોતે વર્ષોથી એ જ માર્ગે અવરજવર કરતા હોય એ જગ્યાએ સરકારી આવાસ ન બનાવવા વિનંતી કરી હતી પરંતુ એ જ માર્ગે આવાસ બનાવવામાં આવતું હોય છેવટે નર્મદા કલેક્ટર સુધી રજૂઆત કરાઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here