નસવાડી પોલીસે કડુલીમહુડી ગામેથી માઉન્ટસ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બીયર નંગ. ૨૪૦ કિ.રૂ.૨૮,૮૦૦/- નો ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓએ પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવુત્તિને અંકુશમાં લાવવા સારૂ પ્રોહીબીશનની અસામાજીક પ્રવુત્તિ કરતા બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખી વધુમાં વધુ ગણનાપાત્ર કેસો શોધી કાઢી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ હોય કે.એચ.સુર્યવંશી ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન તથા એસ.બી.વસાવા સર્કલ પોલીસ ઈન્સ્પેકટર બોડેલી સર્કલ નાઓએ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબની કામગીરી અંગે માર્ગદર્શન આપી મોનીટરીંગ રાખવામાં આવેલ હોય અને આજરોજ ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે રમણભાઈ સાજીયાભાઈ ડું.ભીલ રહે.કડુલીમહુડી ટેકરા ફળીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર નાઓના ઘરેથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે ઉતારી રાખેલ ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂ જથ્થો પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે અને પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાનો ચક્રો ગતિમાન કરેલ છે.
પકડવાના બાકી આરોપીનું નામ સરનામું
રમણભાઈ સાજીયાભાઈ ડું. ભીલ રહે.કડુલીમહુડી ટેકરા ફળીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ
ભારતીય બનાવટના ઇગ્લીશદારૂના માઉન્ટસ ૬૦૦૦ ઓરીજનલ સુપર સ્ટ્રોંગ બીયર નંગ.૨૪૦ કિ.રૂ.૨૮,૮૦૦/-
કામગીરી કરનારા પોલીસ અધિકારી/પોલીસ કર્મચારી
(૧) ડી.એચ.વાઘેલા પોલીસ સબ ઈન્સ્પેકટર નસવાડી પોલીસ સ્ટેશન (૨) અ.હે.કો શૈલેષભાઈ નરેશભાઈ બ.નં.૪૦૭ નસવાડી પોલીસ સ્ટેશન (૩) અ.હે.કો ખુમાનભાઈ બનસિંગભાઈ બ.નં.૩૯૪ નસવાડી પોલીસ સ્ટેશન
(૪) અ.હે.કો ધરમસિંહ વિઠ્ઠલભાઈ બ.નં. ૧૫૯ નસવાડી પોલીસ સ્ટેશન
(૫) અ.પો.કો શાહરૂખખાન અયુબખાન બ.નં.૧૬૫ નસવાડી પોલીસ સ્ટેશન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here